સુરત,
સુરતના ચોક વિસ્તારમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના સામે આવી છે. મોબલિન્ચિંગ વિરોધમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોક્કસ સમાજના લોકો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા જઈ રહ્યા હતા.પણ
આપને જણાવીએ કે રેલીની શરૂઆત શાંતિપૂર્ણ રીતે થયા બાદ અચાનક ઘર્ષણ શરૂ થઇ ગયું. વિરોધ કરી રહેલા ટોળાએ ઉગ્ર વિરોધ કરતાં પોલીસે હળવા લાઠીચાર્જની શરૂઆત કરી ત્યારબાદ ભીડ દ્વારા પથ્થરમારો કરવામાં આવતા પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની જરૂર પડી હતી.
આ મામલે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહે જણાવ્યું કે આ વિરોધ રેલીની મંજૂરી લીધી નહોતી, જેના લીધે રેલીને અટકાવવામાં આવી હતી.
સુરતમાં મોબલિન્ચિંગના વિરોધમાં કેટલાક લોકો દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી આ રેલી જયારે વિવેકાનંદ સર્કલ પાસે પહોંચી ત્યારે ત્યાં પોલીસે આ રેલીને અટકાવાતા મામલો બીચક્યો.પોલીસ સાથેના ઘર્ષણ દરમિયાન ટોળાએ સિટી બસને અટકાવી તોડફોડ કરી હતી.કેટલાક તોફાની શખ્સો ઉશ્કેરાય ગયા અને પલોસી પર જ પથ્થરમારો શરૂ કરી દીધો. જવાબમાં પોલીસે પણ લાઠીચાર્જ કરવાનું શરૂ કર્યું હતું. આસપાસના વિસ્તારમાં કલમ 144 લાગુ કરી.વર્સેટાઈલ માઈનોરિટી ફોરમના નેજા હેઠળ આ રેલી આયોજીત થઈ હતી.રેલીમાં સામેલ લોકોની માગ હતી કે મોબ લિંચિંગની ઘટનાઓમાં સામેલ લોકોને કડક સજા થાય.
સુરતની બનેલી આ ઘટના મામલે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતુ કે ગૃહમંત્રાલય એલર્ટ પર છે. સાથે જ તેઓએ જણાવ્યું કે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને ઝડપથી મામલો થાળે પાડવા સૂચના આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.