Gujarat Weather/ Gujarat Rain Live: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ જામ્યો, સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 6 દિવસ મધ્ય થી ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદ, ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે…….

Gujarat Top Stories Breaking News
Image 2024 07 30T100600.353 Gujarat Rain Live: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ જામ્યો, સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ

Gujarat Weather News: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 6 દિવસ મધ્ય થી ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદ, ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટમાં અતિભારે વરસાદ પડવાનું અનુમાન કરાયું છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર- કચ્છના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘો મહેરબાન થશે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પણ ઝડપી રહેવાની સંભાવનાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગતરોજ રાજ્યમાં 200થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો હતો. સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 126 તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે.

કચ્છ, મોરબી અને જામનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આજે 35 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

Gujarat Rain Live Update

4.24

સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં 25 તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
કચ્છ અબડાસા 4.25
પાટણ સરસ્વતી 3.62
પાટણ પાટણ 3.07
બનાસકાંઠા ભાભર 2.68
પાટણ સાંતલપુર 2.48
કચ્છ માંડવી (કચ્છ) 2.32
બનાસકાંઠા લાખાણી 2.32
પાટણ રાધનપુર 2.32
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 2.05
કચ્છ ભચાઉ 1.61
ખેડા ખેડા 1.54
મહેસાણા બેચરાજી 1.42
જામનગર કાલાવડ 1.42
પાટણ સમી 1.38
દેવભૂમિ દ્વારકા દ્વારકા 1.34
પાટણ ચાણસ્મા 1.30
વલસાડ કપરાડા 1.26
મહેસાણા વીસનગર 1.22
કચ્છ લખપત 1.18
પાટણ શંખેશ્વર 1.18
બનાસકાંઠા થરાદ 1.06
વલસાડ ઉમરગાંવ 1.06
મહેસાણા વડનગર 0.98
વલસાડ ધરમપુર 0.98
પાટણ સિદ્ધપુર 0.94

2.42

મહેસાણા જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત છે. બહુચરાજીમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. રેલવે નાળામાં પાણી ભરાતા કાર ફસાઈ ગઈ હતી. વિસનગરમાં 1 ઇંચ,વડનગરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. લોકો વરસાદની ખુશી માણી રહ્યાં છે.

2.20

બનાસકાંઠાના દિયોદરમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે.

ભારે વરસાદને કારણે પાકને મોટાપાયે નુકશાન થતાં લાખણીમાં ધોધમાર વરસાદને કારણે પાક બગડ્યો છે. પાણી ખેતરોમાં ફરી વળતા પાકને ખરાબ અસર થઈ છે. મગફળી,એરંડા વાવેતર કરેલા પાક વરસાદી પાણીમાં ખરાબ થઈ ગયા છે.

1.53

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે. 72,015 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઇ છે. વરસાદના કારણે ગુજરાતની દરેક નદીઓ પાણીના સ્તરનો વધારો થયો છે. પાણીની આવક વધી શકે છે કારણ સતત વરસાદની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે. હાલ તો જે માહિતી મળી રહી છે તે અનુસાર ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં ડેમની સપાટી 323.13 ફૂટ પર પહોંચી છે.

સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં 20 તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
પાટણ સરસ્વતી 3.62
પાટણ પાટણ 3.07
બનાસકાંઠા ભાભર 2.68
પાટણ સાંતલપુર 2.48
કચ્છ અબડાસા 2.36
બનાસકાંઠા લાખાણી 2.32
કચ્છ માંડવી (કચ્છ) 2.32
પાટણ રાધનપુર 2.32
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 2.05
કચ્છ ભચાઉ 1.61
ખેડા ખેડા 1.54
મહેસાણા બેચરાજી 1.42
જામનગર કાલાવડ 1.42
પાટણ સામી 1.38
પાટણ ચાણસ્મા 1.30
મહેસાણા વિસનગર 1.22
પાટણ શંખેશ્વર 1.18
દેવભૂમિ દ્વારકા દ્વારકા 1.18
વલસાડ ઉમ્બરગાંવ 1.06
બનાસકાંઠા થરાદ 1.06

​​​​​​​

1.25

વડોદરામાં મગરો પાણીમાં હજુય આવી રહ્યા છે. પાણી સાથે મગરો આવતાં લોકો ભયભીત થયા છે. નવાયાર્ડ ભૂખી કાસમાં મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. મગરને જોવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.

1.16

બનાસકાંઠાના ધાનેરાની રાજોડા ગામની નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે્. નદીમાં પાણીમાં આવતા પાણીના તળ ઉપર આવશે. નદીમાં નવા નીરને લઈ ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે.

કચ્છના અબડાસા તાલુકામાં સંધાણ ગામે નદીનો પ્રવાહ અચાનક વધતા ડઝન એક ગાય ફસાઈ ગઈ હતી. અગાઉ મુંદ્રા વિસ્તારમાં પણ ઘણી ગાય પૂરના ઘસમસતા પ્રવાહમાં તણાઈ જતાં મૃત પામી હતી.

12.45

સાંતલપુરના ડુંગરાળ વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસતા નદી નાળા જીવંત બન્યા છે. આલુવાસ ગામે કપિલા નદી તરીકે ઓળખાતી વહેણમાં નવા નીર આવ્યાં છે. ગર વિસ્તારનું પાણી મહાદેવ મંદિર નીચે બનાવેલ તળાવમાં સંગ્રહ થાય છે.

12.39

સાબરકાંઠામાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદી બે કાંઠે થતા ધરોઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. નદી બે કાંઠે વહેતા નવાનીરના વધામણા કરાયા છે. સાબરમતી નદી બે કાંઠે વહેતા ઉત્તર ગુજરાત માટે ખુશીના સમાચાર છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંતરિયાળ વિસ્તારના બોર કૂવા પાણીનાં જળસ્તર ઉંચા આવશે. ગુહાઈ, હાથમતી, હરણાવ, જવાનપુરા અને ગોરઠીયામાં ગઈકાલની પાણીની આવક શરુ થઇ હતી. જે હાલમાં ચાલુ છે. જોકે આવકમાં ઘટાડો થયો છે. હિંમતનગરના હાથમતી વિયર પરથી પાણી ઓવરફલો થઇ રહ્યું છે.

સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 15 તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
પાટણ સરસ્વતી 3.62
પાટણ પાટણ 2.95
બનાસકાંઠા લાખાણી 2.20
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 1.97
પાટણ સાંતલપુર 1.57
ખેડા ખેડા 1.54
કચ્છ ભચાઉ 1.46
કચ્છ માંડવી (કચ્છ) 1.42
મહેસાણા બેચરાજી 1.42
જામનગર કાલાવડ 1.42
પાટણ સામી 1.26
પાટણ ચાણસ્મા 1.22
પાટણ શંખેશ્વર 1.18
મહેસાણા વિસનગર 1.10
વલસાડ ઉમ્બરગાંવ 1.06

11.51

નવસારીમાં વાંસદા ખાતે આવેલ કેલિયા ડેમ ઓવરફલો થયો છે. ખેડૂતોની જીવાદોરી સમાન કેલિયા ડેમ ઓવરફ્લો થયો છે. કેલિયા ડેમની ભયજનક સપાટી 113.40 મીટરે પહોંચી છે. કેલિયા ડેમ 10 સેન્ટીમીટરથી ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ડેમ ઓવરફ્લો થતા 23 ગામોને એલર્ટ કરાયા છે.

11.45

પાટણમાં છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદ પડ્યો છે. પાટણ હાઇવે પરનું બસ સ્ટેશન બેટમાં ફેરવાયું છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હાઇવે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાટણ શહેરના સિધ્ધપુર ચોકડી આગળ ઘૂંટણ સમા પાણી ભરાઈ રહેતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. પાટણ શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ સર્જાતા નગરપાલિકાના પ્રિ મોન્સુન પ્લાનનો ફિયાસ્કો થયો હતો.

11.38

સાબરકાંઠામાં રેલવેના અંડર બ્રિજમાં પાણી ભરાયા છે. હિંમતનગરથી ખેડબ્રહ્મા પાણીના નિકાલના અભાવે અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. ઈડરના મસ્તુપુરાથી દલજીતપુરા ગરનાળામાં પાણી ભરાયા છે. ખેડૂતોને પશુ માટે ઘાસચારો લાવવા માટે હાલાકી થઈ રહી છે. ગરનાળા પાસે આપેલા ડાયવર્ઝન પર પણ પાણી ભરાયુ છે.

11.30

સાબરકાંઠાના ઇલોલમાં રોડ પર ઝાડ પડયું છે. દાવડથી ઇડરના માર્ગ પર મહાકાય ઝાડ ધરાશાયી થતા વાહનવ્યવહારને અસર પહોંચી છે. હિંમતનગર પાલનપુર વલાસણ હાઇવે જામ થઈ ગયો હતો. બાવળનું ઝાડ પડતા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. 3 કલાક સુધી ઝાડ ન ખસેડાતા લોકોને મુશ્કેલીઓ ઊભી થઈ છે.

11.21

કચ્છના અબડાસામાં નદીના પ્રવાહમાં ગાડી ફસાઈ જવાની ઘટના બની છે. ખીરસરા વિઝાંણ ગામની નદીમાં ગાડી ફસાઈ ગઈ છે. બોલેરો ગાડી પાણીનાં પ્રવાહમાં તણાઇ ગઈ છે.

11.17

મહેસાણામાં કલાકો બાદ પણ પાણી ઉતર્યા નથી. અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે.  વરસાદ હળવો થયા બાદ પણ ખરાબ સ્થિતિ છે. રાધનપુર રોડ, મોઢેરા રોડની સોસાયટીઓમાં ઢીંચણસમા પાણીથી રહીશોને હાલાકી પડી રહી છે. મહેસાણામાં એક જ દિવસમાં 7.5 ઇંચ વરસાદ વરસાદથી રાધનપુર રોડ પર વરસાદી પાણી ભરાયા છે. 18 કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી. રાધનપુર રોડ અને સોસાયટીઓ હજી પાણીમાં છે.

11.15

દ્વારકાધીશ મંદિર પર ચાલુ વરસાદે ધ્વજારોહણ કરાયું છે. વહેલી સવારથી જ દ્વારકામાં વરસાદની ફરી એક વખત ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને માર્ગો ભીના થયા હતા. આટલા વરસાદમાં પણ ભક્તોની શ્રદ્ધા અતૂટ રહી હતી. 56 સીડી પર વરસાદી પાણીનાં વહેતાં નીરમાં ભક્તો વરસાદી પાણીનો આનંદ લેતા નજરે પડ્યાં હતા

દ્વારકામાં જામ ખંભાળીયામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. જામ ખંભાળીયામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. હરીપર, શકિતનગર, હર્ષદપુર સહિતમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે.

11.08

બનાસકાંઠામાં ધાનેરામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે. લાખાણીના અનેક વિસ્તારોમાં ધામાકેદાર વરસાદથી મગફળી, બાજરી જેવા પાકને જીવનદાન મળ્યું છે. ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. કાંકરેજના તાણા ગામે વીજળી પડતા બે ભેંસોના મોત થયા છે. ખેતરમાં બાંધેલી ભેંસો ઉપર અચાનક વીજળી પડતાં બે ભેંસોના મોત નિપજ્યા છે.

નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કાળા ડીબાંગ વાદળો સાથે મેધારાજાની મહેર થઈ છે. વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ફરી ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આકાશમાંથી કાચું સોનુ વરસતા બાજરી મગફળી જેવા પાક ને મળશે નવજીવન. લાખણીના ભાકડીયાલ કોટડા કુંડા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. દિયોદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થ.યો છે.

10.50

વડોદરામાં ભુવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. વડોદરામાં અલગ અલગ વિસ્તારમાં 5 ભુવા પડ્યા છે. નટરાજ ટાઉનશીપ અકોટા, સમા વિસ્તારમાં ભુવા પડ્યા છે. મોટનાથ મહાદેવ હરણી, નવાયાર્ડમાં ભુવા પડ્યા છે. વડોદરા મનપા માટે ભુવાએ ચિંતામાં વધારો કર્યો છે. ભુવા પડ્યાના વિસ્તારમાં કમિશ્નર પણ દોડી આવ્યા છે.

10.41

કચ્છ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. નખત્રાણા, માંડવી, મુન્દ્રા, અબડાસા તાલુકા, નખત્રાણાના ભીટારા, વેડહાર, માંડવીના બિદડા, પીપળી વિસ્તારમાં વરસાદ, મુન્દ્રાના ગુંદાલા, છસરા અને સમાઘોઘા, કોઠારા, ડુમરા પંથકમાં વરસાદ નોંધાયો છે. સાંતલપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ થતાં ઠેર ઠેર ભરાયા પાણી. ને.હાઇવે 27 પર પાણી ભરાતા ચાલકો પરેશાન થયા છે. બસ સ્ટેન્ડ પર પાણી ભરાતા મુસાફરો પરેશાન થયા છે.

10.40

અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. મોડાસામાં સૌથી વધુ 458 મીમી, મેઘરજમાં 344 મીમી, ભિલોડામાં 291 મીમી, ધનસુરામાં 234 મીમી, માલપુરમાં 170 મીમી, બાયડમાં 280 મીમી વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે.

10.38

સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
પાટણ સરસ્વતી 2.36
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 1.97
ખેડા ખેડા 1.54
પાટણ પાટણ 1.46
મહેસાણા બેચરાજી 1.42
જામનગર કાલાવડ 1.42
મહેસાણા વિસનગર 1.10
ખેડા માતર 0.91
પાટણ શંખેશ્વર 0.87
સાબરકાંઠા ઇડર 0.87

9.48

પાટણમાં બીજા દિવસે પણ મેઘરાજા વરસ્યા છે. મેઘરાજાની એન્ટ્રીથી ખેતીને જીવનદાન મળ્યું છે. વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા ખેતીને ફાયદો થયો છે. નદી, નાળામાં વરસાદી પાણી આવતા જળસ્તર વધ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા યથાવત રહી છે. સરસ્વતી તાલુકામાં સવારથી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ધરુંસણ, મેલસણ, વાગડોદ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. અનેક ગામોમાં અને વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.

9.46

ભરૂચ જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. હાંસોટમાં સૌથી વધુ 5.75 ઇંચ વરસાદ, વાગરામાં 2.5 ઇંચ વરસાદ, ભરૂચ અને અંકલેશ્વરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. વાલિયામાં 1 ઇંચ, નેત્રંગમાં 20 મીમી વરસાદ નોંધાયો છે. ભરૂચના હાંસોટમાં મકાનની દીવાલ ધરાશાયી થઈ છે. ઇલાવ ગામે વરસાદી માહોલ વચ્ચે કાચા મકાનની દીવાલ ધરાશાયી થતા દોડધામ થઈ હતી. મકાન બંધ હોવાથી કોઈ જાનહાની નહિ.

9.15

વલસાડ જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે. જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. કપરાડામાં 24 કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. વાપીમાં 2.87 ઇંચ, ધરમપુર 2.71 ઇંચ, ઉમરગામ 2.20 ઇંચ, પારડીમાં 1.41 ઇંચ વરસાદ. હજી પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.  વલસાડની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે.

9.00

અમદાવાદ મોડી રાત્રિથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં મેમનગર, ઘાટલોડિયા, નવરંગપુરા,નહેરૂનગર, યુનિ.રોડમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે.

9.00

ભાવનગરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. શહેરમાં ગઈકાલ સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં સૌથી વધુ 29 મીમી, ઘોઘામાં 22 મીમી, તળાજામાં 11 મીમી, ઉમરાળામાં 7 મીમી વરસાદ વરસ્યો છે.

8.40

આણંદમાં બોરસદમાં ચાલુ વરસાદે દીવાલ ધરાશાયી થઈ હતી. લુહાર ચાલમાં આવેલા બંધ મકાનની દીવાલ ધરાશાયી થતાં ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાને પગલે પાલિકાના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. તંત્રને જૂના અને જર્જરિત મકાનો ઉતારી પાડવા રજૂઆતો કરાઈ, છતાં નક્કર પગલાં લેવાયા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવામાન વિભાગની નવી આગાહી, હળવાથી ભારે વરસાદ પડશે

આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ, લુણાવાડા થયા જળબંબાકાર, જાણો કેટલો વરસાદ ખાબક્યો

આ પણ વાંચો:ભારે વરસાદથી ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ