Gujarat Rain News: રાજ્યમાં સર્વત્ર મેઘરાજાનો કહેર વરતાયો છે. રાજયમાં છેલ્લા 24 કલાક અનરાધાર વરસાદ ખાબક્યો. દ્વારકામાં સૌથી વધુ વરસાદનું જોર રહ્યું. ગઈકાલે રાત્રે રાજકોટના જેતપુરમાં રાત્રિમાં ધોધમાર વરસાદ વરસ્યો. જેતપુરમાં સ્ટેન્ડ ચોક, તીન બત્તી ચોક, ચાંદની ચોક અને બોખલા દરવાજા, વડલી ચોકમાં ભારે વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે રોડ ઉપર પાણી વહેતા થયા. માર્ગો પર પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો. રાજકોટ સવારથી વરસાદ શરૂ થયો. જંકશન, ગોંડલ ચોકડી, રેલનગરમાં વરસાદ નાનામોવા સહિતમાં ધીમીધારે વરસાદ.
રાજયમાં આજે પણ અનેક સ્થાનો પર સવારે 6થી 8 વાગ્યામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. સૌથી વધુ ભરૂચના ઝઘડીયામાં 2.72 ઇંચ વરસાદ. ભરૂચમાં અઢી ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ભરૂચના અંકલેશ્વરમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો. જ્યારે જામનગરના જોડીયામાં 2.12 ઇંચ વરસાદ પડયો.
- સુરતના ઉંમરપાડામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ
- સુરતના પલસાણામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો
- નવસારીના ખેરગામમાં 9 ઇંચથી વધુ વરસાદ
- જૂનાગઢના વિસાવદરમાં 8 ઇંચથી વધુ વરસાદ
- સુરતના કામરેજમાં સાડા આઠ ઇંચ વરસાદ પડ્યો
- સુરતના બારડોલીમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો
- દ્રારકામાં પણ 8 ઇંચથી વધુ વરસાદ પડયો
- ઉંમરપાડામાં 11 ઇંચ વરસાદ
- વ્યારામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો
Gujarat Rain Update Live Today
અમરેલી વરસાદ
અમરેલીના વડિયાના અમરાપુરમાં વરસાદ જામ્યો છે ત્યારે આસપાસ આવેલા તમામ ચેકડેમ ઓવરફ્લો થયા અમરેલી ઢોલરવા રોડ પરના ચેકડેમમા ગાબડું પડ્યું છે ,20વર્ષ જુના ચેકડેમ મા ગાબડું પડતા ચેકડેમનો માટીનો પાળો ધોવાતા પાણી ખેતરોમાં ઘુસ્યા છે.
વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટી વધી છે ત્યારે વિશ્વામિત્રી નદીની સપાટી 21 ફૂટ થઈ છે. નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે.અનેક વિસ્તારોમાં રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું છે.કોર્પોરેશનની ટીમો અને ફાયર બ્રિગેડનું તંત્ર કામે લાગ્યું છે.
અમરેલીઃ વડીયા સુરવો-1 ડેમમાં પાણીની આવક વધી છે ત્યારે કુલ 16.56 ફૂટની સુરવો-1 ડેમની સપાટી આવી છે અને ડેમની પાણી સપાટી 13.51 ફૂટ સુધી પહોચી છે.
રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 132 તાલુકામાં વરસાદ વરસ્યો છે તેમજ વડોદરાના ડભોઈમાં 2 ઈંચ વરસાદ મહિસાગરના કડાણામાં 2 ઈંચ વરસાદ,આણંદના ખંભાતમાં 1.5 ઈંચ,વડોદરાના વાગોડીયામાં 1.5 ઈંચ,વડોદરામાં 1.5 ઈંચ અને નવસારીના ચીખલીમાં 1 ઈંચ વરસાદ વરસી ચુક્યો છે.
પંચમહાલના હાલોલ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે મેઘરાજા ધમાકેદાર વરસતા નગર પાણી પાણી થયું છે ત્યારે મેઘરાજાની પધરામણી થતા ધરતીપુત્રોમાં ખુશી ચળકી હતી,કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે.કેટલાક જગ્યાએ વાહનો ફસાવવાના બનાવ બન્યા છે.
આણંદ વરસાદ
આણંદ બોરસદમાં 14 ઇંચ વરસાદથી પાણી ભરાયા છે ,અક્ષર નગર વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી છે તેમજ સ્થાનિકોની સ્થાનિક ધારાસભ્ય સામે ઉગ્ર રજુઆત કરાઈ છે.
વડોદરા વરસાદ
વડોદરા શહેરમાં અનરાધાર વરસાદને પગલે તંત્ર બન્યું સાબદુ,અધિકારી-પદાધિકારી સિટી કંટ્રોલ એન્ડ કમાંડ સેન્ટર પહોચ્યા હતા તેમજ મેયર, ચેરમેન, વિધાનસભા મુખ્ય દંડક સહિતના પહોંચ્યા હતા, જ્યાં શહેરમાં વરસી રહેલા વરસાદની સમીક્ષા કરી હતી.પાણી ભરાયેલા વિસ્તારો માટેવિશેષ વ્યવસ્થા કરાઈ છે તો નગર પ્રાથમિક શાળાઓમાં શેલ્ટર હોમ બનાવાયા છે.
આણંદ વરસાદ
આણંદના બોરસદ શહેર સહિત તાલુકામાં વરસાદવરસી રહ્યો છે ત્યારે બોરસદમાં 8 થી 2 સુધી 14 ઇંચ વરસાદ ખાબકયો છે,આ સિવાય નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોડ થયા છે. આ દરમિયાન કલેકટર પ્રવીણ ચૌધરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા તથા સ્થાનિક MLA અને વિધાનસભા નાયબ દંડક પણ હાજર રહ્યા હતા,SRDS ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી.બોરસદની પાસેના ગામના રસ્તાઓ હાલ બંધ કરાયા છે.
અમદાવાદ વરસાદ
અમદાવાદ પર મેઘરાજા મહેરબાન થયા છે ફરીથી વરસાદઅમદાવાદમાં શરૂ થયો છે ત્યારે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે,અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે.
સુરત વરસાદ
સુરતના આમલી ડેમના 6 દરવાજા ખોલાયા છે આ સાથેજ ખેડૂતોની જીવાદોરી સમાન આમલી ડેમનાં આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે.દરવાજા ખોલાતા 6084 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, ભારે વરસાદને પગલે ડેમમાં ભરપૂર પાણીની આવક જોવા મળી રહી છે.આમલી ડેમની જળ સપાટી 113 મીટરે પહોંચી છે, તેમજ આમલીડેમના આજુબાજુના ગામોમા એલર્ટ અપાયું છે.
ભરૂચ વરસાદ
ભરૂચમાં ઓરેંજ એલર્ટને પગલે અવિરત વરસાદ વરસ્યો છે.સુરતથી અંકલેશ્વરના હાઇવે પાણી પાણી થઇ ગયા છે તો બાઇક અને મોપેડને બંધ કરી દેવાયા છે,
માત્ર મોટા વાહનોની અવર જવર યથાવત છે,માહિતી અનુસાર તંત્ર દ્વારા સુરત અંકલેશ્વર હાઇવે બંધ કરાશે.
167 તાલુકામાં વરસાદ
રાજ્યમાં 6 કલાકમાં 167 તાલુકામાં વરસાદ વરસ્યો છે ત્યારે આણંદના બોરસદમાં 4 કલાકમાં 13 ઇંચ વરસાદ પડ્યો છે નર્મદાના તિલકવાડામાં 7 ઇંચ વરસાદ તથા છેલ્લા 2 કલાકમાં 113 તાલુકામાં વરસાદ વરસી ચુક્યો છે વડોદરાના પાદરામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે અને આણંદના તારાપુરમાં ૩ ઇંચ વરસાદ પડ્યો છે.
વરસાદ એલર્ટ
4 વાગ્યા સુધી 6 જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે ભરુચ,નર્મદા,વડોદરામાં એલર્ટ આપવામ આવ્યું છે ત્યારે ખેડા,આણંદ,અમદાવાદદક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે આજે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે.દ.ગુજરાતમાં સુરત, નવસારી ભરૂચમાં ભારે આગાહી કરવામાં આવી છે તો સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા ઘડબડાટી બોલાવશે. આ સિવાય મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે.
સુરતમાં ખાડીપુરની સ્થિતિ જોવા મળી છે શહેરની ખાડીઓ ઓવરફ્લો થઇ રહી છે. તો મુખ્ય માર્ગો,સોસાયટી અને મકાનોમાં પાણી ફરીવળ્યા છે. ખાડીપુરના પાણી ફરી વળતા લોકોને હાલાકી સામનો કરવો પડી રહ્યો છે. ખાડીપુરના પાણીમાં પાલિકા સંચાલિત સીટી બસ ફસાઈ ગઈ હતી, મુસાફરો ભરેલી બસ કમરસમા પાણીમાં બંધ પડી ગઈ હતી.ત્યારે મુસાફરોને અન્ય બસ મારફતે રવાના કરાયા હતા.
દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે વર્તું 2 ડેમના 10 દરવાજા 2 ફુટ ખોલવામા આવ્યા છે,પુરના પાણી રાવલ ગામના ખેતરમાં ઘુસ્યા છે ત્યારે
ખેતરોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.તેમજ ઉભા પાકમાં ભારે નુકસાની થવાનો ખેડૂતોમાં ડર ઉભો થયો છે.
12:06
દ્વારકામાં તળાવ ભયજનક સપાટીએ
દ્વારકામાં નાગેશ્વર જયોર્તિલિંગનું ભિમગજા તળાવ ભરાયુ. ભિમગજા તળાવ ભયજનક સપાટીએ પહોચ્યું. તળાવ તુટવાની ભિતીને લઈ ગામને કરાયુ ખાલી. તળાવ પાસેના રાજપરા ગામને ખાલી કરાવાયું. તંત્ર દ્વારા ગામના લોકોને સ્થળાંતર કરાયા.
11:34
દાહોદ
દાહોદના દેવગઢ બારીયા પંથકમાં ભારે વરસાદનું જોર. દસેક દિવસના લાંબા સમય પછી મેઘ મહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. લાંબા સમય પછી મેઘમહેર થતા ગરમીમાં આશંકીક રાહત. નગર સહિત તાલુકામાં સીઝનનો ઓછો વરસાદના કારણે ખેડૂતો બન્યા હતા ચિંતિત. મેઘમહેર હતા રસ્તા ઓ ઉપર પાણી પાણી જોવા મળ્યું. ઓછા વરસાદના કારણે ખેતીમાં પણ નુકસાન ની ભિતી સેવાઈ રહી હતી ત્યારે મેઘ મહેર થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી.
11:29
ડાંગ
ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ. જિલ્લાના તમામ તાલુકામાં વરસ્યો વરસાદ. જિલ્લામાં આવેલ નદીઓમાં ઘોડા પૂર જેવી સ્થિતિ. અંબિકા નદી ઉપરનો ગીરાધોધ રૌદ્ર સ્વરૂપે દેખાયો. અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો. જિલ્લાના ગણદેવી તાલુકામાં પૂરની સંભવના વ્યક્ત કરવામાં આવી.
11:21
આણંદ
આણંદનાં બોરસદમાં ધમાકેદાર એન્ટ્રી. મેઘરાજા ની 7 દિવસ બાદ રિએન્ટ્રી. બોરસદ જનતા બજાર, સ્ટેશન રોડમાં ભરાયા પાણી. શંકર પાર્ક ચોકડી, વહેરા, કાવીઠામાં પાણી ભરાયા. 2 કલાકમાં 4.17 ઇંચ વરસાદ નોંધાયો. વરસાદી પાણી ભરાતા લોકોમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
11:07
વલસાડ
વલસાડજિલ્લામાં વરસાદી માહોલ. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ થતા મધુબેન ડેમમાં થઈ રહી છે પાણીની આવક. આજે જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આંગણવાડીથી લઈ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી.
10:34
રાજયભરમાં 6 વાગ્યાથી 10માં 157 તાલુકામાં વરસાદ
ભરૂચમાં 6 ઇંચ વરસાદ,બોરસદમાં 4.05 ઇંચ
અંકલેશ્વર 4.05 ઇંચ,હાસોટમાં 4.05 ઇંચ વરસાદ
ઝઘડીયામાં 4 ઇંચ,માંગરોળમાં 1.5 ઇંચ
મહુવામાં 1.5 ઇંચ,બગસરામાં 2 ઇંચ
10:25
દ્વારકામાં મેઘનો વિરામ
દ્વારકામાં લીધો મેઘરાજાએ વિરામ લીધો. ધોધમાર વરસાદને પગલે ગોઠણ ડૂબ પાણી ભરાઈ ગયા. તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ. વરસાદને પગલે દુકાનદાર, હોટલ ચાલકોને મોટું નુકસાન. બરોડા બેન્ક, પોસ્ટ ઓફિસમાં પાણી ભરાતા હાલમાં બેંક બંધ રહેશે. દ્વારકાવાસીના મનમા ઉઠ્યા અનેક સવાલો ભદ્રકાળી ચોકમા ગટરના પાની મિક્સ થતા પાણી રોગચાળાની સંભાવના.
10:10
વડોદરા
વડોદરામાં વરસી રહ્યો વરસાદ. શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. વહેલી સવારથી વરસાદનું ધીમીધારે આગમન. મદનઝાંપા, પથ્થરગેટમાં પાણી ભરાયા. મંગળબજાર, માંડવીમાં ભરાયા વરસાદી પાણી. વાહન ચાલકો અને દુકાનદારો મુકાયા મુશ્કેલીમાં મહાનગરપાલિકા પ્રિ મોન્સૂનની ખોલી પોલ.
વડોદરાના ડભોઇમાં વરસ્યો વરસાદ. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. સિનોર ચોકડી, લાલ બજારમાં વરસાદ વેગા, પૂડા, ફરતિકુઈ, વસઈ ગ્રામ્યમાં વરસાદ. ખેડૂતો કરશે ડાંગર રોપણીની તૈયારી.
09:50
ઉકાઈ ડેમ
સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધી. ઉકાઈ ડેમની પાણીની સપાટી 314.68 ફૂટ. વિયર કમ કોઝવે ફરી પાણીમાં ગરકાવ. કોઝવે પોતાની ભયજનક સપાટીથી ઉપર. કોઝવે સતત પાણીની આવકના પગલે 77255 ક્યુસેક પાણીનો ઓવરફ્લો. તાપી નદીમાં નવા નીરની આવક યથાવત. કોઝવેમાંથી ઓવરફ્લો થઈ રહેલા પાણીના કારણે સૂર્યપુત્રી તાપી નદીમાં નવા નિરની આવક યથાવત ઇનફ્લો 31206, આઉટફ્લો 600 ક્યુસેક અને કોઝવેની ભયજનક સપાટી 6 મીટર હોય છે અને હાલમાં જળસ્તરની સપાટી વધીને 7.35 મીટર પર પહોંચી.
09:50
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં 2 ઈંચ વરસાદ. સુરેન્દ્રનગરના 7 તાલુકાઓમાં નોંધાયો વરસાદ. વઢવાણ અને મુળીમાં 1 ઈંચ સુધી વરસાદ
લખતર,પાટડી,ચોટીલામાં ઝરમર વરસાદ.
09:50
નવસારી
નવસારી જીલ્લામાં અવિરત વરસાદ. કાવેરી,અંબિકા,પુણા,ખરેરા નદીમાં પાણીની આવક વધી. કાવેરી નદીના કાંઠે મંદિર પાણીમાં ગરકાવ થયું. આ મંદિર તડકેશ્વર મહાદેવનું મંદિર છે જે પાણીમાં ગરકાવ થયુ છે. નદી કાંઠે ન જવા માટેની લોકોને સૂચના અપાઈ. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. લો લેવલ બ્રિજ જે પાણીમાં ગરકાવ થયા છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં કેટલાક રસ્તાઓ પણ બંધ થઈ જવા પામ્યા છે સાથે આજે શાળા કોલેજોમાં પણ નવસારી કલેકટર દ્વારા રજા જાહેર કરી દેવામાં આવી છે જિલ્લામાં કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે.
09:50
રાજકોટ
રાજકોટના જસદણમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. આટકોટ, જંગવડ, વીરનગર, ગુંદાળા, જસાપર, સાણથલી, જીવાપર, પાંચવડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી નીકળ્યા.
09:20
માંગરોળ
માંગરોળમાં 15 લોકોનું રેસ્ક્યુ કરાયું. વાંકલ ગામે NDRFની ટીમે કર્યું રેસ્ક્યું . ભુખી નદીના કિનારે સ્થિત ઘરોમાં પાણી ભરાયા. પાણી ભરાતા અનેક લોકો ફસાયા હતાં. NDRFની ટીમે માણસો સહિત પશુઓનું કર્યું રેસ્ક્યું જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે વરસાદ. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા.
09:20
વડીયા
અમરેલીમાં વડીયા સહિતમાં મેઘો મુશળધાર. વડીયા નજીક આવેલ સાકરોળી નદીમાં ઘોડાપુરની સ્થિતિ. અમરાપુર ગામની નદીમાં આવ્યું પુર. જયારે મુશળધાર વરસાદથી અર્જનસુખ, તોરી, રામપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. નાજાપુર ગામના નદી નાળાઓમાં પૂરની સ્થિતિ.
09:10
જામનગર :
જામનગરમાં મુશળધાર વરસાદને પગલે સુખનાથ ધોધ છલકાયો. સુખનાથ ધોધ વધુ રમણીય બન્યો. સુખનાથ ધોધપરના આકાશી દ્રશ્યો સૌપ્રથમ ડ્રોન તસવીર માત્ર મંતવ્ય ન્યૂઝ પર. વાદળો વચ્ચેથી ડ્રોન કેમેરા દ્વારા ધોધના આહલાદક દ્રશ્યો કુદરતના અદભૂત સૌંદર્ય બતાવે છે.વરસાદી વાતાવરણ વચ્ચે જીવંત બન્યો સુખનાથનો ધોધ. આ દ્રશ્યો જોતા લાગે છે કે ચોમાસાની ઋતુને લઈ હરિયાળી શોળે કળાએ ખીલ્યુ છે.
નર્મદા
ભારે વરસાદને પગલે નર્મદાના કરજણડેમમાંથી પાણી છોડાશે. સવારે 10 વાગે પાણી છોડવાની સૂચના આપવામાં આવી છે. અંદાજે 20 હજાર કયુસેક પાણી છોડવામાં આવશે. કરજણડેમમાંથી પાણી છોડવાને પગલે સ્થાનિકોને નદીમાં ન ઉતરવા સૂચના આપવામાં આવી.
09:00
છોટાઉદેપુર
છોટાઉદેપુરમાં નસવાડીમાં વરસાદની શરૂઆત થઈ. નસવાડીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. રોડ રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા કાચા રસ્તાઓ કીચડ જેવો માહોલ થયો. લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
08:30
જૂનાગઢ
ધોધમાર વરસાદને પગલે જૂનાગઢનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થયો. ગિરનારમાં આવેલો હસનાપુર ડેમ છલકાયો. હસનાપુર ડેમ વન્ય પ્રાણીઓ માટે જીવા દોરી સમાન માનવામાં આવે છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણના છ ગામો બામણગામ, ડેરવાણ,ગલીયાવાડ, સાબલપુર, સરગવાળા અને વિરપુરને એલર્ટ કરાયા.
જૂનાગઢના હસનાપુર ડેમ સિવાય વંથલીનો સાબલી ડેમમાં પાણીની આવક વધતા દરવાજા ખોલવામાં આવ્યા. સાબલી ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા. પાણીની આવક થતાં ડેમના દરવાજા બે ફૂટ ખોલાયા. ડેમના દરવાજા ખોલાતા ખોરાસા, કેશોદ, માણેકવાડા,મઘરવાડા અને ડેરવાણને એલર્ટ કરાયા.
ભાભર
બનાસકાંઠાના ભાભરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. અસહ્ય ગરમી બાદ મેઘરાજાની પધરામણી થઈ. વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી પાણીની સ્થિતિ. વાવ રોડ પર પાણી ભરાતાં વાહન ચાલકોને હાલાકી. નીચાણ વાળા વિસ્તાર અને બજારમાં પાણી ભરાયા.બફારા બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.વરસાદનું આગમન થતા ખેડૂતો માં ખુશીનો માહોલ. બાજરી, મગફળી જેવા પાકને જીવનદાન મળશે.
08:00
અમરેલી
અમરેલીનાં બગસરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી કરી છે. બગસરાના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. રાત્રિના બગસરામાં ધમાકેદાર વરસાદ શરૂ થયો. વરસાદને પગલે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતાં થયા. શહેર સહિત જિલ્લના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. નાના ભંડારીયા, વડેરા સહિતમાં ભારે વરસાદ. વરસાદને પગલે સ્થાનિક નદીમાં ઘોડાપુરની સ્થિતિ.
અમરેલી જિલ્લામાં ધીમીધારે વરસાદ પડ્યો. જયારે અમરેલીના બગસરા સહિત પંથકમાં ભારે વરસાદનું જોર જોવા મળ્યું. બગસરના પીઠળિયા ગામની નદીમાં ઘોડાપુર આવ્યું. નદીમાં ઘોડાપૂર આવતા વાહન વ્યવહાર બંધ થતા એસટી બસો સહિત વાહનની અવર જવર ઠપ્પ થઈ ગઈ.
બગસરા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરતાં બે કલાકમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ. શહેરમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. નિચાણવાળા સોસાયટીઓમાં પાણી ભરાયા. આસોપાલવ સોસાયટી, મધ્યમ વર્ગ સોસાયટી ના રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘુસ્યા. બગસરા ની સાતલડી નદીમાં ઘોડાપૂર આવ્યું.
થરાદ
બનાસકાંઠાના થરાદમાં મોડી રાત્રે વરસાદનું આગમન થયું. મોડી રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકયો. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશ થયા. થરાદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી બફારા વચ્ચે મોડીરાત્રે મેધરાજાએ મહેર કરતાં લોકોને ગરમીથી રાહત મળી. મોડીરાત્રે કડાકા ભડાકા સાથે વરસાદ નું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. થરાદના કેટલાક ગામડાઓમાં વાવણી લાયક વરસાદ બાદ વરસાદ ખેંચાતા પાક મુરઝાઈ રહ્યો હતો. અને ત્યારે વરસાદનું આગમન થતાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા. વાવણીની જરૂર હતી ત્યારે વરસાદ થતાં ખેડૂતો વધુ ખુશ થયા.
08:00
સુરત
સુરતમાં ભારે વરસાદે સર્જી તારાજી. સુરતમાં વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની. માંગરોળના વાંકલ-બોરિયા ગામે ઘરમાં પાણી ઘૂસ્યા. ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા અનેક પરિવારો ફસાયા. લોકો પાણીમાં ફસાતાં NDRF અને ફાયરની ટીમ બોલાવાઈ. નાયબ મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. પાણીમાં ફસાયેલા કુલ 15 લોકોને રેસ્ક્યુ કરાશે.
શહેરમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ જોવા મળી. સતત ત્રીજા દિવસે પણ સતત વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું. જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. ઓલપાડમાં 44 મીમી વરસાદ નોંધાયો.
શહેરમાં ચોથા દિવસે પણ અનેક સ્થાનો પર વરસાદ. વરસાદના કારણે ખાડીપુરની સમસ્યા. અનેક વિસ્તારમાં ગળાડૂબ પાણી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ફસાયા. ફસાયેલા લોકોનું રેસ્કયુ કરી લોકોને સ્થળાંતરિત કરવાની કામગીરી કરાઈ. મોટાભાગના લોકોને ફાયર દ્વારા રેસ્ક્યુ બોટથી સ્થળાંતર કરવામાં આવી.
ઓલપાડમાં નદી નાળા છલકાયા. ઓલપાડમાં ગામોને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા. ટકારમાથી કદરામાં માર્ગ પર પાણી ફરી વળતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. વરસાદે તાંડવ મચાવતા ખેડૂતો અને વાહન ચાલકોને હાલાકી પડી. દરવર્ષે આ વિસ્તારમાં લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળે છે. દરે વર્ષે સમસ્યા રજૂ કરવામાં આવે છે છતાં કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી.
વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા. કામરેજ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ વધી. પાસોદરા શાલિગ્રામ ફ્લોરામાં રસ્તાઓ બ્લોક થયા. રસ્તાઓ બ્લોક થતા તંત્ર સામે સ્થાનિકોનો આક્રોશ. ભારે વરસાદને પગલે ઘુંટણસમા પાણી ભરાયા.
08:00
બનાસકાંઠા
બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. દિયોદર,લાખણી સહિતમાં વરસાદી માહોલ જોવા મળ્યો. બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશ થયા છે. મોડી રાત્રિથી લાખણી, દિયોદરમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. લાખણીના કુડા, કોટડા, મોરાલમાં હળવો વરસાદ છે જયારે દિયોદરના રૈયા, જાલોઢા, સોની સહિતમાં થોડા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. દિયોદરમાં જૂના બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન વિસ્તાર, પોલિસ સ્ટેશન વિસ્તારના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ઢીંચણ સમા પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નવસારી
નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. 24 કલાક દરમિયાન સરેરાશ 6.5 ઇંચ વરસાદ પડયો. જયારે ખેરગામમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે નદીઓના જળ સ્તરમાં વધારો થયો. વરસાદી પાણીના કારણે કાવેરી નદીના પટમાં આવેલ શિવ મંદિર જળ સમાધિમાં. અંબિકા નદી બે કાંઠે વહેતા ગણદેવીના માર્ગો બંધ થયા. પૂર્ણા નદીના મનમોહક આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ. ધોધમાર વરસાદના કાણે જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ.
07:00
ભરૂચ
મેઘરાજાએ આતંક મચાવ્યો છે. ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન અસર થઈ છે. ભરૂચની શાળા કોલેજોમાં આજે રજા જાહેર કરાઇ. કલેકટર તુષાર સુમેરાએ માહિતી આપતા જણાવ્યું કે શાળાઓમાં બાળકોની સુરક્ષા અને ભારે વરસાદની આગાહીના પગલે નિર્ણય લેવાયો. ભારે વરસાદને લઇ રોડ પર પાણી ભરાયા. ચાર રસ્તાના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા. ફુરજા ચાર રસ્તા પર નદી વહેચી હોય તેવા દ્વશ્યો. વહેલી સવારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ.
07:00
અબડાસામાં આફત
ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. કચ્છમાં ભારે વરસાદે તારાજી સર્જી. વરસાદને પગલે કચ્છના અબડાસામાં જળબંબાકારની સ્થિતિ. અબડાસામાં ગાયો પાણીમાં તણાઈ ગઈ. વરસાદને કારણે નદીઓમાં ભારે પાણીની આવક થઈ. સાંધાણ પાસે આવેલ નદીના પ્રવાહમાં 15 જેટલી ગાયો પાણીમાં તણાઈ. વરસાદી પાણીના કારણે નદીઓમાં છલકાઈ છે. અને આ નદીઓના પાણી વધુ તારાજી સર્જી રહ્યા છે. અબડાસામાં વીજ પોલ ધરાશાયી થયું. વરસાદે તાંડવ મચાવ્યું છે. વરસાદથી નદીમાં ભારે પાણીની આવક વધતા લોખંડનો એક ઢાંચો પાણીના પ્રવાહમાં તણાઈ આવ્યો. અને વીજ વાયર સાથે ટકરાતા વિજપોલ ધરાશાયી થયા. રવા નદીમાં PGVCLના 10 વીજ પોલ ધરાશાયી થયા.
07:00
દ્વારકા
દ્વારકામાં વરસાદે તબાહી મચાવી. ભારે વરસાદને પગલે દ્વારકાનગરીમાં જળપ્રલય જેવી સ્થિતિ છે. ધોધમાર વરસાદના કારણે બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના બની. જામખંભાળિયામાં બિલ્ડીંગ ધરાશાયી થતાં 3 લોકો દટાયા . NDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. 1 મહિલા, 2 બાળકીનું રેસ્ક્યું ઓપરેશન હાથ ધરાયું. ગગવાણી શેરીમાં જર્જરીત મકાન ધરાશયી થતા 2 બાળકી અને 1 વૃધ્ધ મહિલા સહિત 3ના મોત નિપજયા. કાટમાળમાં ફસાયેલા 3 પૈકી 2ના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા. જેમાં 70 વર્ષીય કેશરબેન અને 17 વર્ષીય પ્રિતીનું મોત નિપજયું. જયારે ફસાયેલ અન્ય 1ની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો: પશ્ચિમ રેલ્વેના 12 કર્મચારીઓને લોકોના જીવ બચાવવા માટે કર્યા સન્માનિત
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા જામનગર
આ પણ વાંચો: સરકારી નોકરીના બહાને છેતરપિંડી… મંત્રીના PA બનીને 15 લોકો પાસેથી 43 લાખની પડાવ્યા, એક આરોપીની ધરપકડ