રાજકોટ
આજે સુપ્રીમકોર્ટમાં ત્રણ જજોની ખંડપીઠ ફરીથી સુનવણી કરશે. સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પા સરકાર પાસેથી એ સમર્થન પત્ર માંગ્યું છે. તેમણે સરકાર બનાવવાનો દાવો રજુ કરતી વખતે કર્ણાટકના રાજ્યપાલને સોપ્યું હતું.
સિંઘવીએ જણાવ્યું, “યેદિયુરપ્પાએ કહ્યું હતું કે,
“અમારી પાસે બહુમતી માટે MLA છે, પરંતુ ABC કોની કોની સાથે છે. બીજી બાજુ કોંગ્રેસ – જેડીએસ દ્વારા તમામ ૧૧૭ ધારાસભ્યોના નામ લખીને રાજ્યપાલને આપ્યા છે”. “રાજ્યપાલ કેવી રીતે ભાજપને બહુમતી હાંસલ કરવા માટે મૌકો આપી શકે છે, જયારે કોંગ્રેસ-જેડીએસ પાસે પુરતી સંખ્યામાં MLA છે”.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “જયારે હવે આવતીકાલે બહુમત હાંસલ કરવા માટે વિધાનસભાના ગૃહને બોલાવવામાં આવે છે, ત્યારે આ મામલે રાજ્યપાલ કોઈ કાયદાકીય નિર્ણય લઇ શકે છે”.
બીજી બાજુ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના ગુજરાતના રાજકોટ સ્થિત ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. રાજકોટમાં વજૂભાઇ વાળાના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. કોંગ્રેસના વિરોધના પગલે આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા છે. કર્ણાટક હાલની રાજકીય પરિસ્થિતીને જોતા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
આ મામલે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ રાખી રહેલા પૂર્વ સોલિસિટર જનરલ મુકુલ રોહતગીએ તાત્કાલિક ફ્લોર ટેસ્ટ કરાવવા પર વિરોધ દર્શાવ્યો છે. તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “ફ્લોર ટેસ્ટ પાસ કરવા માટે ઓછામાં ઓછા એક અઠવાડિયાનો સમય આપવામાં આવે”. આ રાજ્યપાલનો વિશેષાધિકાર છે. એક દિવસમાં ફ્લોર ટેસ્ટ પાસ કરવાનો આદેશ આપીને સંતુલન બનાવી શકાતું નથી”.