રાજકોટ,
એક તરફ પાણીની અછત છે. તો બીજી તરફ પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. રાજકોટના ધોરાજીમાં ગણેશ પરામાં પાઈપ લાઇનમા ભંગાણ પડ્યુ હતું. પાણીની પાઈપ લાઈન તુટતાં હજારો લીટર પાણી વેડફાય રહ્યુ છે.
ઉલ્લેખનિય છે કે, આ ભંગાણને 24 કલાક જેટલો સમય વીતી જવા છતા તેનું સમારકામ કરવામાં નથી આવ્યું. આ બાબતને લઇ સ્થાનિક મધુબેને જણાવ્યુ હતુ કે અમને સ્થાનિકોને પીવાનુ પાણી મળતુ નથી.
તો બીજી તરફ આ ભંગાણને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. રસ્તા પર ઢોળાયેલુ પાણીનો અમે પીવા માટે ઉપયોગ કરીએ છીએ. જેનાથી બાળકોને રોગચાળો થાય છે.
ઉલ્લેખનીય છે કે આવુ પાણી કેમ પીવુ એ પણ સવાલ છે અને લોકો બીમાર પડશે તો તેના જવાબદાર કોણ ?. આખરે બેધ્યાન તંત્ર શુ કરી રહ્યા છે ?.