રાજકોટના રણછોડનગરમાં આવેલ પી.બી.પટેલ સ્કૂલના સંચાલકનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છે કે સંચાલક વાલીઓ સાથે કેવું વર્તન કરી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર વાલીએ અડધા વર્ષની ફી ભરતા વિધાર્થીને પરીક્ષામાં બેસવા ન દેવાયો,આખા વર્ષની ફી ભર્યા બાદ આપવા દીધી પરીક્ષા, 20 વિદ્યાર્થીઓના ક્લાસના પૈસા લઈને 50 ની સંખ્યામાં બેસાડવામાં આવે છે.
અહી વાલીઓને આખા વર્ષની એકસાથે ફી ભરનાર માટે સોનાનો સિક્કો લાલચ સંચાલકો દ્વારા આપવામાં આવી છે, જો કે બાદમાં કોઈને સિક્કો આપવામાં આવતો નથી
વીડિયોમાં જોઈ શકાય છે રજુઆત કરવા ગયેલ વાલી સાથે સંચાલકો ખરાબ વર્તન કરતા નજરે પડે છે.વાલી દ્વારા સંચાલકોને રજુઆત કરતા પોલીસ બોલાવવાની આપવામાં ધમકી પણ આપવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.