રાજકોટમાં સગીરા પર ગેંગરેપની ઘટના સામે આવી છે. શહેરના મવડી ચોકડી પાસે ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચ આપી બે દિવસ ગોંધી રાખી ત્રણ શખ્સોએ બળજબરીપૂર્વક સંબંધ બાધ્યો હતો.
રાજકોટમાં રહેતી એક પરિવારની 15 વર્ષની દીકરીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ચોંકાવનારી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, દિવાળીના દિવસે કોઠારીયા ગામે રહેતો રાજદીપ રોલા નામનો શખ્સ જે અમારા ઘર પાસે અવારનવાર આંટાફેરા કરતો હતો. જેથી તેની સાથે ઓળખાણ થઇ હતી અને તેણે પોતાનો મોબાઈલ નંબર આપતા તેની સાથે ફોનમાં વાતચીત કરતી હતી.
11 તારીખે રાજદીપ બાઈક લઈને આવ્યો હતો અને લગ્નની લાલચ આપી ભાગી જવાનું કહ્યું હતું અને બાઇકમાં બેસાડી બહારગામ જઈને લગ્ન કરવાનું કહી મવડી ચોકડી નજીક ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં લઇ ગયો હતો.
ત્યા તેના બે મિત્રો પણ હાજર હતા અને આ મકાન તેઓ ભાડેથી રાખીને અહીંયા રહેશે તેવું રાજદીપે સગીરાને જણાવ્યું હતું. બાદમાં રૂમમાં લઇ જઈ મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ તેના મિત્રોએ પણ રૂમમાં આવી બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ અપહરણ, પોસ્કો અને ગેંગરેપ જેવી કલમો ઉમેરી ગુનો દાખલ કરી ત્રણેયને ઝડપી પાડ્યા છે.