રાજકોટ,
રાજકોટમાં મહિલા પોલીસ કર્મી અને કોસ્ટબલે સજોડે આપઘાત કરી લેતા ચકચાર મચી છે.શહેરના નવા 150 ફૂટ રોડ પર આવેલા મારૂતિ શો રૂમ પાછળ આવાસ યોજનાના ક્વાર્ટરમાં મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરી છે.
શહેર પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવીરાજસિંહ જાડેજા અને મહિલા એએસઆઈ ખુશ્બુ કાનાબારએ કાલાવડ રોડ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડના ફ્લેટમાં આપઘાત કર્યો છે.પોલીસના પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં સામે આવેલી વિગત મુજબ 9 એમ એમ ની સર્વિસ રિવોલ્વર માંથી બે રાઉન્ડ ફાયરિંગ કરીને આપઘાત કર્યાનું સામે આવ્યું છે. મહિલા એ એસ આઈ ખુશ્બૂ કાનાબાર છેલ્લા ત્રણ વર્ષથી પોલીસમાં ફરજ બજાવી રહ્યા હતા તો રવીરાજસિંહ જાડેજા કોન્સ્ટેબલ તરીકે 8 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે.બંને એક જ પોલીસ મથકમાં સાથે ફરજ બજાવતા હતા.
બંને પૈકી ખુશ્બૂ કાનાબાર દ્વારકા પંથકના વતની છે જ્યારે બંને હાઉસિંગ બોર્ડના મકાનમાં ભાડે લિવ ઇનમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.
પોલીસે બંન્નેના મૃતદેહ કબજે કરીને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આત્મહત્યાના કારણની તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન