અમદાવાદ: સમગ્ર દેશને એક વર્ષ અગાઉ હચમચાવી દેનાર રેન્સમવેર વાયરસે ગુજરાતમાં ફરી એટેક કર્યો છે. આ વાયરસના હેકર્સે એક ફાર્માસ્યુટિકલ કંપની પર એટેક કરીને એક બિટકોઈન એટલે કે 4.42 લાખ રૂપિયા અને 5,545.72 યુએસ ડોલરની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
એક બિટકોઇનની કિંમત અંદાજે 4.42 લાખ રૂપિયા અને 5,545.72 યુએસ ડોલર છે
સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દેનારા રેન્સમવેર વાયરસે એક વર્ષ પછી ફરી એટેક કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ વખતે રેન્સમવેર વાયરસના હેકર્સે વડોદરાના પાદરા-જંબુસર હાઈવે પર ડભાસા ખાતે એપેથિકોન ફાર્માસ્યુટિકલ કંપની આવેલી છે.
થોડા દિવસ અગાઉ આ કંપની પર રેન્સમવેર વાયરસનો એટેક કરવામાં આવ્યો હતો. જેના કારણે રેન્સમવેર વાયરસનો ભોગ બનેલી આ ફાર્માસ્યુટિકલ કંપનીનો તમામ ડેટા ગાયબ થઈ ગયો હતો.
આ વાયરસના હેકર્સે મેલવેર કમ્યુટર્સના તમામ ડેટા એન્ક્રિપ્ટ કરી લોક કરી દીધા હતા. આ પછી હેકર્સ દ્વારા ડેટા ફરી મેળવવા માટે કંપની પાસે એક બિટકોઇનની ખંડણી માંગી હતી.
આજના દિવસે બિટકોઇન માર્કેટ મુજબ એક બિટકોઇનનો ભાવ રૂપિયામાં જોઈએ તો 4,42,719.43 રૂપિયા થવા જાય છે. જયારે એક બિટકોઇનનો ભાવ યુએસ ડોલરમાં જોઈએ તો 6,545.72 ડોલર થાય છે.