અમદાવાદ
અમદાવાદમાં 2008માં કરવામાં આવેલ સીરિયલ બ્લાસ્ટના આંતકી અબ્દુલ સુભાન તૌકીરને છેલ્લા દસ વર્ષથી પોલીસ તપાસ કરી રહી હતી. તેને પોલીસે દિલ્હીથી પકડી પડ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચ અને ATSની ટીમ તેને લઈને હાલોલ પાવાગઢ પહોંચી છે. કેમ કે પાવાગઢના જંગલોમાં રહીને તે બોમ્બ બ્લાસ્ટનું પ્લાઈંગ કરી રહ્યો હતો. તેથી તૌકીરને સાથે લઈને સમગ્ર મામલાનું રીકન્ટ્રકસન કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, આ આતંકવાદીઓ પાવાગઢના જંગલોમાં રહીને સીરિયલ બ્લાસ્ટનું પ્લાઈંગ કરી રહ્યા હતા. તેથી બ્રાન્ચ અને ATSની ટીમ તેને તે જ જગ્યાએ લઇ જઈને તપાસ કરી રહી છે. તૌકીરને લઈને બ્રાન્ચ અને ATSની ટીમ પાવાગઢની તળેટીમાં આવેલ એકમીનાર, હેલિકલ વાવ અને ખુનપીર દરગાહમાં રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેને કબૂતરખાનામાં પણ લઈ જવામાં આવ્યો હતો.
2008માં અમદાવામાં કરવામાં આવેલ સિરિયલ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડઆંતકી અબ્દુલ સુભાન તૌકીરને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે દિલ્હી પોલીસ પાસેથી કસ્ટડી મેળવવામાં આવી હતી અને તેને અમદાવાદની સાબરમતી જેલની સ્પેશિયલ કોર્ટમાં 20 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યો હતો પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 30 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે.