રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગાંજા નું દુષણ વધી રહ્યું છે. દિવસેને દિવસે યુવાધન નશાખોરીની ખાઈમાં જઈ રહ્યું છે. રાજ્યના મોટા શહેરોમાંથી છેલ્લા કેટલાક દિવસોમાં કરોડો રૂપિયાનો ગાંજો ઝડપાયો છે, ત્યારે આ શૃંખલા હજુ પણ રોકાઈ નથી.
ખેડા જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ અધિક્ષક ની સૂચના થી એસઓજી પોલીસે નડીઆદના કણીપુરામાં માથી ગાંજા જથ્થો ઝડપી પડ્યો હતો.
જેમાં નડીઆદ શહેર ખાતેથી રતિલાલ ઉર્ફે મહારાજ શવાજી ભીલ નામના વ્યક્તિ રહે. નડીઆદ કનીપૂરા નાકા એસઓજી પોલીસ ને બાતમી ના આધારે મકાનની તપાસ કરતાં ચોરી છૂપીથી ગેરકાયદેસર ગાંજોનો વેપાર કરતાં હતા.
જે ગાંજો 2.100 કિલો, કુલ મુદ્દામાલ રૂપિયા 12,600 ના સાથે પકડી પડ્યો હતો અને NDPS એક્ટ 1985 ની કલમ 8સી , 20બી મુજબનો ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી