વર્તમાન ભારત અને ગુજરાત સરકારનાં દાવાઓ તેમજ જાહેરાતો અનુસાર ડિજિટલ ઈન્ડિયા, મેક ઇન ઈન્ડિયા અને ઓનલાઈન એજ્યુકેશનને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે પરંતુ ગુજરાત રાજ્ય સરકારનાં આધિકારીક વેબ પોર્ટલમાં જ દીવા તળે અંધારું જોવા મળી રહ્યું છે એટલે કે રાજય સરકારનું વેબ પોર્ટલ જ નિયમિત રીતે અપડેટ થતું નથી. ‘મંતવ્ય ન્યૂઝ’ દ્દવારા ગુજરાત રાજ્ય સરકારનું આધિકારીક વેબ પોર્ટલ https://gujaratindia.gov.in/ ની જ્યારે વિઝીટ કરવામાં આવી ત્યારે તેમાં છ મહિના પહેલાનું એટલેકે છેલ્લું અપડેટ જાન્યુઆરીમાં થયું હોવાનું જોવા મળ્યું છે. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન થયાને આઠ આઠ વર્ષ વીતી ગયા છે પણ આ પોર્ટલ હજુ તેમને ગુજરાતનાં મુખ્યમંત્રી જ ગણે છે અને સચિવાલયમાં બેઠેલા કેટલાક લોકો જાણે એ બાબત સ્વીકારવા તૈયાર હોય નહિ તે રીતે હાલ પણ વેબસાઈટમાં કેટલીક જગ્મુયાએ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનું નામ જ દેખાય રહ્યું છે. એક તરફ ઓનલાઈન અને ડીજીટલાઈઝેશનનાં બંગણા ફૂંકાઈ રહ્યાં છે, વૈશ્વિક સ્તરે લોકોને ગુજરાતમાં બિઝનેસ કરવા માટે આમાંત્રણ આપવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ગુજરાત સરકારની વેબસાઈટમાં નવી નીતિઓ કે ગુજરાતની રીતિઓ અપડેટ કરવામાં આવી રહી નથી. વિશ્વ ભરમાં ગુજરાત સરકારનું વેબપોર્ટલ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે મીડિયા વિભાગમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં જ ફોટા જોવા મળી રહ્યા છે અને વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માત્ર વિડીયો પુરતા સીમિત બની ગયા છે. ગુજરાત સરકારનાં વેબપોર્ટલ પર વર્ષો જૂની યોજનાઓ વિષે માહિતી મળે છે પરંતુ નવી માહિતી કેવી રીતે મેળવવી તે પ્રશ્ન બની જાય છે. કેટલીક માહિતી તો ભ્રમણા ઉભી કરે છે. જયારે કોઈ વિદ્યાર્થી નવું વાંચન કરવા માટે, નવું શીખવા માટે આ પોર્ટલની વિઝીટ કરે તો તે ચોક્કસપણે જૂની માહિતી મેળવીને ભ્રમિત થશે ત્યારે વિદ્યાર્થીઓને ખોટી માહિતી આપવા માટે ગુજરાત સરકાર જવાબદાર બનશે. રાજ્ય સરકારનાં મુખ્ય પોર્ટલની આવી સ્થિતિ હોય, આટલી અનિયમિતતા હોય તો અન્ય વિભાગની સ્થિતિ શું હશે તે કલ્પના કરી શકાય છે ; મંતવ્ય તેના વાંચકો માટે ભવિષ્યમાં અન્ય વિભાગોની વેબસાઈટની વિઝીટ કરીને સાચી હકીકત ઉપલબ્ધ કરાવશે. હાલ તો રાજ્ય સરકારનું વેબપોર્ટલ અપડેશનમાં કેટલું અનિયમિત છે એ સાબિત સહીત જૂઓ.
આ પણ વાંચો : પાકિસ્તાની હુનરે ભારતને અપનાવી લીધું હવે વારો છે ભારત સરકાર આ હુનરને આપે પ્લેટફોર્મ