ઘટાડો/ કોરોનાના લીધે ગુજરાત એસટીની આવકમાં ધરખમ ઘટાડો

એસટી નિગમની આવકમાં ઘટાડો નોધાયો

Gujarat
bus કોરોનાના લીધે ગુજરાત એસટીની આવકમાં ધરખમ ઘટાડો

ગુજરાતમાં કોરોનાની માઠી અસરવર્તાઇ રહી છે. હવે તેની અસર રાજ્યની એસટીની આવક પર પડી રહી છે..રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો નોધાતા જિલ્લાઓના ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉન પાડતાં આ સ્થિતિનું નિર્માણ સર્જાયું છે.અન્ય રાજ્યોની ટ્રીપ પણ કેન્સલ થતાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની આવક પર સીધી અસર પડી છે.

કોરોનાના લીધે તાલુકા ,જિલ્લા અને ગ્રામ્યકક્ષાએ સ્વયંભૂ લોકડાઉનના લીધે પ્રવાસીઓમાં ઘટાડો નોધાયો છે. જેના લીધે એસટીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. એસટી નિગમના ડિરેકટર કે.ડી.દેસાઇએ જણાવ્યું હતું કે કોરોનાના લીધે એસટી નિગમના સંચાલન પર અસર થઇ છે.

ડિરેકટરે વધુમાં કહ્યું કે દૈનિક 6300 શિડયુલમાંથી 5047 શિડ્યુલ જ ચાલું છે.એસટી નિગમની આવક રૂપિયા 5.75 કરોડથી ઘટીને 2.88 કરોડ સુધી પહોંચી છે.મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઇને 117 શિડ્યુઅલ રદ કરવામાં આવ્યાં છે સાથે મધ્યપ્રદેશની 29 શિડયુલ રદ કરવામાં આવ્યાં છે જયારે રાજસ્થાનમાં 50 ચકા શિડયુલ ચાલી રહ્યા છે.