Not Set/ એમએલએ બાદ હવે સુરતના કોર્પોરેટરના પગારમાં વધારો, પાલિકાની તિજોરીમાં વાર્ષિક 1.39 કરોડનો બોજો વધશે

સુરત, સુરતમાં એમએલએ બાદ હવે સુરતના કોર્પોરેટરના પગારમાં પણ ત્રણ ગણાનો વધારો થયો..સ્ટેન્ડિંગ કમિટીમાં પગાર વધારાની દરખાસ્તને મંજુર મળી. ત્યારે મનપાની સામાન્ય સભામાં આખરી મહોર લાગશે. ત્યારે સુરત મનપામાં 29 વોર્ડમાં 116 કોર્પોરેટર છે. જેના 5000 હજારથી વધી 15 હજાર સુધી વેતન થઈ જશે તેવી શક્યતાો સેવાઇ રહી છે. મુખ્યમંત્રીએ 8 મહાનગરપાલિકાના કોર્પોરેટરના વેતન વધારાની […]

Top Stories Surat
mantavya 23 એમએલએ બાદ હવે સુરતના કોર્પોરેટરના પગારમાં વધારો, પાલિકાની તિજોરીમાં વાર્ષિક 1.39 કરોડનો બોજો વધશે

સુરત,

સુરતમાં એમએલએ બાદ હવે સુરતના કોર્પોરેટરના પગારમાં પણ ત્રણ ગણાનો વધારો થયો..સ્ટેન્ડિંગ કમિટીમાં પગાર વધારાની દરખાસ્તને મંજુર મળી.

ત્યારે મનપાની સામાન્ય સભામાં આખરી મહોર લાગશે. ત્યારે સુરત મનપામાં 29 વોર્ડમાં 116 કોર્પોરેટર છે. જેના 5000 હજારથી વધી 15 હજાર સુધી વેતન થઈ જશે તેવી શક્યતાો સેવાઇ રહી છે.

મુખ્યમંત્રીએ 8 મહાનગરપાલિકાના કોર્પોરેટરના વેતન વધારાની જાહેરાત અગાઉથી કરી હતી. ત્યારે આ પગાર વધારાને પગલે પાલિકાની તિજોરી પર વાર્ષિક 1.39 કરોડનો બોજો વધશે તેવી શક્યતા છે.

ગુરુવારે સુરતમાં સ્ટેન્ડિંગ કમિટિની એક બેઠક મળી હતી, જેમાં શહેરના અનેક મુદ્દાઓ વિશે વાત કરવામાં આવી હતી. એવામાં કોર્પોરેટરોના પગાર વધારાની દરખાસ્ત મૂકાઈ હતી, જે તમામ સભ્યો દ્વારા રાજીખુશીથી મંજૂર થઈ હતી.

તમને જણાવી દઈએ કે, સુરત મનપામાં 29 વોર્ડમાં કુલ 116 કોર્પોરેટરો છે. રાજ્યના સીએમે સુરતના મ.ન.પા.ના કોર્પોરેટરના વેતન વધારાની જાહેરાત કરતા તમામ કોર્પોરેટરો ખુશખુશાલ દેખાયા હતા.