સુરત,
લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસમાં બેઠકોને લઈને ઉમેદવારો વચ્ચે ખેચતાણના એકબાદ એક મામલાઓ સામે આવી રહ્યાં છે.જ્યાં હવે સુરતના બારડોલીમાં પણ વિવાદસામે આવ્યો છે.
સુરતની બોરડોલી બેઠક પર તુષાર ચૌધરીનું નામ ચર્ચામાં આવતા ધારાસભ્ય આનંદ ચૌધરી નારાજ થયા છે.આનંદ ચૌધરીએ બારડોલી બેઠક પર ઉમેદવારી માટે દાવો કર્યો હતો.પરંતુ ચર્ચામાં તુષાર ચૌધરીનું નામ આવતા આનંદ ચૌધરીએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે.
જેને લઈને કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આનંદ ચૌધરીને સમજાવવા માટેના પ્રયત્નો હાથ ધરાયા છે.