સુરત,
સુરતમાં એક દંપતી ઝેરી દવા પીને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. ઓલપાડના કપાસી ગામના જયેશભાઈ પટેલ ગામમાં જ ડાંગરની ખેતી કરીને ગુજરાન ચલાવતા હતાં. હાલ સુત્રો દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે જયેશભાઈને ડાંગરની ખેતી માટે પાણી નહોતું મળતું જેના કારણે તેમને આર્થિકરીતે નુકશાન જવાથી આ પગલું ભર્યું હોવાની શંકા છે. પોલીસ દ્વારા આપઘાતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
દંપતી સુરત એરપોર્ટ નજીકથી બેભાન હાલતમાં મળી આવ્યું હતું. હાલ દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દંપતીએ આર્થિક તંગીને લઈને ઝેરી દવા પીને આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે. જયેશભાઈ મણિલાલ પટેલ અને તેમના પત્ની રીટાબેન સુરત એરપોર્ટ નજીક આવેલા સાયલન્ટ ઝોનમાંથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેથી તેમને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ વધુ તપાસ પોલીસ કરી રહી છે.