Not Set/ સુરત: પોલીસે પત્રને ગંભીરતાથી ન લેતા યુવકની થઈ હત્યા

સુરત, સુરત શહેરમાં દિન-પ્રતિદિન ક્રાઈમ રેટ વધતો જઇ રહ્યો હોય તેવુ હાલના સંજોગોથી લાગી રહ્યુ છે. ગઈ મોડી રાત્રે શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ શાહપુરમાં એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. અગાઉ આ યુવાને લિંબાયત પોલીસને જાણ કરી હતી કે તેની જાનને ખતરો છે.ત્યારે લિંબાયત પોલીસે તેની વાતને અણસુની કરી દીધી હતી. જેનું પરિણામ આજે […]

Top Stories Gujarat Surat Trending
da 4 સુરત: પોલીસે પત્રને ગંભીરતાથી ન લેતા યુવકની થઈ હત્યા

સુરત,

સુરત શહેરમાં દિન-પ્રતિદિન ક્રાઈમ રેટ વધતો જઇ રહ્યો હોય તેવુ હાલના સંજોગોથી લાગી રહ્યુ છે. ગઈ મોડી રાત્રે શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ શાહપુરમાં એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. અગાઉ આ યુવાને લિંબાયત પોલીસને જાણ કરી હતી કે તેની જાનને ખતરો છે.ત્યારે લિંબાયત પોલીસે તેની વાતને અણસુની કરી દીધી હતી. જેનું પરિણામ આજે બુખરાન મન્સુરીને ભોગવવાનો વારો આવ્યો હતો.

બુખરાન મન્સુરી નામના આ યુવાનને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને પરિવારજનોએ લાશનો સ્વીકાર કરવા માટે ઈન્કાર કરી દીધો હતો. પરિવારજનોએ જણાવ્યું હતુ કે જયાં સુધી હત્યારાઓ નહીં પકડાય, ત્યાં સુધી અમો લાશનો કબજો લઈશું નહીં. જેના કારણે હોસ્પિટલ સંચાલકો અને પરિવારજનો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે જો લિંબાયત પોલીસ દ્વારા બુખરાન મન્સુરીની અરજીને ધ્યાને રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોત તો અત્યારે આ યુવાન જીવીત હોત. તેવુ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતુ.