સુરેન્દ્રનગર,
વઢવાણના બલદાણા ગામે હાર્દિક પટેલને એક યુવકે ચાલુ સભામાં તમાચો મર્યો હતો. હાર્દિકને તમાચો મારનારા તરુણ મિસ્ત્રીને લોકોએ બેરહેમીથી માર માર્યો હતો.જોકે પોલીસ મહામહેનતથી તેને લોકોનાં ટોળાથી બચાવી લેવામાં આવ્યો હતો એન ત્યારબાદ પોલીસ તેને તેમની સાથે લઈ ગઈ હતી. લોકોના માર બાદ યુવકને સારવાર માટે લીંબડીની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે.