Not Set/ અમને દેશની બહાર મોકલી દો : ઉના કાંડના પીડિતે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

કેન્દ્રની મોદી સરકાર પાકિસ્તાન સહિત દેશોના બિન મુસ્લીમ પીડિતોને ભારતમાં વસવાટની ઓફર અને નાગરિકતાની ઓફર કરી રહી છે અને આ મુદે કાનૂની રાજકીય જંગ જામ્યો છે. સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ(CAA)ના વિવાદ વચ્ચે ગુજરાતના બહુ ચર્ચિત દલિત ઉના કાંડના પીડિતોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે. પત્રમાં ઉના કાંડના પીડિતોએ માગણી કરી છે, હજું સુધી તેમને ‘ન્યાય’ […]

Top Stories Gujarat Others
aaaaaaaaaaaaaaaaaaaaaaaaamaya 6 અમને દેશની બહાર મોકલી દો : ઉના કાંડના પીડિતે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

કેન્દ્રની મોદી સરકાર પાકિસ્તાન સહિત દેશોના બિન મુસ્લીમ પીડિતોને ભારતમાં વસવાટની ઓફર અને નાગરિકતાની ઓફર કરી રહી છે અને આ મુદે કાનૂની રાજકીય જંગ જામ્યો છે. સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ(CAA)ના વિવાદ વચ્ચે ગુજરાતના બહુ ચર્ચિત દલિત ઉના કાંડના પીડિતોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે.

પત્રમાં ઉના કાંડના પીડિતોએ માગણી કરી છે, હજું સુધી તેમને ‘ન્યાય’ મળ્યો નથી, દેશમાં ભેદભાવ ન કરવામાં આવતો હોય ત્યાં તેમને ડીપોર્ટ કરી દેવામાં આવે.તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તેમની સાથે ક્યારેય ભારતના નાગરિક હોય તેવો વ્યવહાર કરવામાં આવ્યો નથી.

જુલાઈ 2016માં કથિત ગૌ રક્ષકો દ્વારા માર મારવામાં આવેલ અને અર્ધ નગ્ન અવસ્થામાં પરેડ કાઢવામાં આવેલા ચાર પૈકી દલિત ભાઈઓ પૈકી વશરામ સરવૈયાએ આ પ્રકારની માગણી કરી હતી.તેનો વિડીયો વાઈરલ થતા દેશભરમાં તેના જબરા પડઘા પડયા અને રાજયમાં નેતૃત્વ પરિવર્તનનું એક કારણ આ ઘટના બની હતી.

આ સમયે ઉનામાં તે સમયની આનંદીબેન સરકારે ઝડપી પગલા લઈને આ કેસ ફાસ્ટટ્રેક પર ચલાવવા પિડિતોને વળતર જમીન આપવા સહિતની જાહેરાત કરી હતી. પરંતુ ભાગ્યે જ તેમાં કઈ થયુ છે.

હવે 7 જાન્યુઆરીના રોજ આ દલિત બંધુઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓને ખેતીની જમીન, આવાસ માટે પ્લોટ અને રોજગાર સહિતની સહાયતા આપવા ખાતરી આપવામાં આવી હતી. કેમ કે આ ઘટના બાદ તેઓ ચર્મ ઉદ્યોગ સાથે જોડાયેલ કામ કરી શકે તેમ નથી. જોકે આ વાયદાઓ ફક્ત કાગળ પર જ રહ્યા અને તેમને હક્કો મળ્યો નથી.

બન્ને ભાઈઓમાં સૌથી જયેષ્ઠ વસરામ સરવૈયા એ આ પત્ર લખી તેમના ચારેય ભાઈઓની સહી કરી તે તા.7ના જીલ્લા કલેકટરને સુપ્રત કર્યા છે. તેઓએ આક્ષેપ કર્યો કે, અમારા તરફ ભેદભાવ હજુ ચાલુ જ છે. અમોને ભારતના નાગરિક સમજવામાં આવતા નથી. તેથી અમારી નાગરીકતા ખત્મ કરીને અમોને દેશ બહાર મોકલી આપવા જોઈએ અને એવા દેશમાં અમોને વસવાટ આપવો જોઈએ જયાં ભેદભાવ થતો ન હોય. તેઓએ કહ્યું કે, જો રાષ્ટ્રપતિ અમારા અધિકારનું જતન ન કરી શકતા હોય તો પછી અમોને ઈચ્છા મૃત્યુનો અધિકાર આપવો જોઈએ.

મહત્વનું છે કે ઉના કાંડની અસર સમગ્ર દેશમાં જોવા મળી હતી. ગુજરાતથી લઈને દિલ્હી સુધી અનેક રાજનેતાઓથી લઈને વિવિધ સંગઠનોએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો. કેટલાય રાજનેતાઓ આ પીડિતોને મળવા તેમના ઘરે આવ્યા હતા અને ન્યાય ચોક્કસ અપાવશે તેવું આશ્વાસન આપ્યું હતું.

જો કે હવે વશરામ આરોપ મુકતા કહે છે કે “સરકારી અધિકારીઓ અમારી સાથે એવી રીતે વર્તે છે કે જાણે અમે આ દેશના નાગરિક જ નથી. જો અમને સરકાર નાગરિક તરીકેના મૂળભૂત હક્કો આપવામાં સક્ષમ ન હોય તો અમારી નાગરિક્તા રદ કરીને એવા દેશમાં ડીપોર્ટ કરવામાં આવે જ્યાં ભેદભાવ ન હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.