અમદાવાદમાં યમદૂત બનેલી બીઆરટીએસ બસે બે સગા ભાઈઓને અડફેટે લીધા અને બંનેનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. આ કરુણ બનાવ વચ્ચે માનવતા મહેકાવતી એક ઘટના અકસ્માત સ્થળે જોવા મળી હતી.
અમદાવાદની N.H.L મ્યુનિસિપલ મેડિકલ કોલેજના પ્રોફેસર શિતલ પટેલે અકસ્માતનો ભોગ બનેલા એક યુવકનો જીવ બચાવવા બહુ મહેનત કરી હતી.
મહિલા ડોકટર શિતલ પટેલે અકસ્માતનો ભોગ બનેલા એક યુવકનો જીવ બચાવવા 20 મિનિટ સુધી મહેનત કરી હતી.પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાથી બચાવી શક્યા ન હતા જેનો ડૉકટર શિતલબેન અફસોસ હતો.
શીતલ પટેલ સમગ્ર ઘટના વર્ણવતા કહે છે કે સવારે 9 વાગ્યે હું કોલેજ જવા નીકળી ત્યારે પાંજરાપોળ ચાર રસ્તા પાસે મારુ ધ્યાન ગયું કે બે માણસો રસ્તા પર ગંભીર હાલતમાં પડેલા છે.સ્થિતિની ગંભીરતા જોતા મેં તરત વાહન ઉભું રાખ્યું અને 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો તો એ પહોંચી રહી હતી.આ દરમિયાન મેં જોયું કે એક યુવકની હાલત સાવ મૃતપાય હતી અને એમનામાં જીવ હોવાની શક્યતા લગભગ નહોતી. મારુ ધ્યાન બીજી વ્યક્તિ તરફ ગયું તો એમનો થોડો શ્વાસ ચાલતો હતો.મેં તેમને CPR આપવાની શરૂઆત કરી અને મોં થી મોં દ્વારા પણ શ્વાસ આપવાની ક્રિયા કરી જેમાં તેમણે થોડો શ્વાસ આવ્યો પણ ખરો.અમે 20 મિનિટ સુધી આવું કરતા રહ્યા પણ તેમની આંતરિક ઇજાઓ વધારે હોવાથી તેમને બચાવી ના શક્યા.હું તેમને બચાવી ના શકી તેનું મને ઘણું દુઃખ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.