Not Set/ ભર ઉનાળે નર્મદા ડેમમાં પાણીની સપાટી વધી,રાજ્યમાં પાણીની સમસ્યા હળવી થશે

રાજ્યમાં હાલ અનેક જિલ્લાઓ પાણી માટે વલખાં મારી રહ્યાં છે ત્યારે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. હાલ મે મહિનામાં પણ ઉપરવાસમાંથી 4414 ક્યુસેક પાણીની આવક થતાં હાલ ડેમની સપાટી 119.57 મીટરે પહોંચી છે. આ સાથે જ ડેમની જળ સપાટીમાં 3 સેમીનો વધારો નોંધાયો છે. આ પહેલીવાર છે કે, મે મહિનામાં ડેમની […]

Top Stories Gujarat Others
gp 4 ભર ઉનાળે નર્મદા ડેમમાં પાણીની સપાટી વધી,રાજ્યમાં પાણીની સમસ્યા હળવી થશે

રાજ્યમાં હાલ અનેક જિલ્લાઓ પાણી માટે વલખાં મારી રહ્યાં છે ત્યારે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. હાલ મે મહિનામાં પણ ઉપરવાસમાંથી 4414 ક્યુસેક પાણીની આવક થતાં હાલ ડેમની સપાટી 119.57 મીટરે પહોંચી છે. આ સાથે જ ડેમની જળ સપાટીમાં 3 સેમીનો વધારો નોંધાયો છે.

આ પહેલીવાર છે કે, મે મહિનામાં ડેમની સપાટી આટલી ઊંચી રહી હોય.સરદાર સરોવર ડેમમાં હાલ 1148.01 મિલિયન ક્યુબીક મીટર પાણી હોઈ રાજ્યમાં હાલ પાણીની સમસ્યા હળવી બનશે.

Related image

રાજકોવાસીઓ માટે સારા સમાચાર

નર્મદાની મુખ્ય કેનલમાં 4386 ક્યુસેક પાણી છોડવામાં આવશે જેના કારણે પીવાના પાણીની સમસ્યા હલ થશે.નર્મદા કેનલોમાં પાણીની આવક વધતા રાજકોટને નર્મદાનું પાણી મળવાનું શરૂ થઇ ગયું છે. પાઇપલાઇન મારફતે પાણી ત્રંબા ગામે પહોંચ્યું છે. જેના કારણે આગામી 31 જુલાઇ સુધી પાણીની મુશ્કેલી નહીં નડે. જ્યારે 400 એમસીએફટી પાણી આજીમા અને 100 એમસીએફટી પાણી ન્યારીમાં ઠલવાશે. હાલ આજીડેમની સપાટી 18.60 ફૂટ છે.