દિલ્હીમાં આજે 132 કરોડના ખર્ચે બનેલા ગુજરાત ભવનનું લોકાર્પણ કરવામાં આવશે. પીએમ મોદીના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવશે. પીએમ મોદી અને સીએમ વિજય રૂપાણી સહિત તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે આ દરમ્યાન ગુજરાતી અસ્મિતા એટલે કે ગુજરાતની સંસ્કૃતિ પણ ગરવી ગુજરાત ભવનના માધ્યમથી બતાવાશે.
ઉલ્લેખનીય છે કે 2017માં એટલે કે 2 વર્ષ અગાઉ સીએમ રૂપાણીએ ગરવી ગુજરાત ભવનનો શિલાન્યાસ કર્યો હતો. જ્યારે આજે તેનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.
દિલ્હીના અકબર રોડ પર કોંગ્રેસ મુખ્યાલય સામે આ નવું ગુજરાત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાત ભવનના નિર્માણનું કાર્ય ઓક્ટોબર 2017ના રોજ સીએમ વિજય રૂપાણીના હસ્તે ભૂમિ પૂજન કરીને શરૂ કરાયું હતું. અને હવે 2 વર્ષ બાદ ગણેશ ચતુર્થીના પાવન પર્વના દિવસે ગુજરાત ભવનનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે.
શું છે ખાસ ‘ગુજરાત ભવન’માં?
ગુજરાત સદનનું નવું નામ “ગુજરાત ભવન” આપવામાં આવ્યું છે. જણાવીએ જે વડાપ્રધાન મોદીના ડ્રિમ પ્રોજેક્ટમાંના એક એવું સુંદર ગુજરાત ભવન કુલ 132 કરોડના ખર્ચે 20 હજાર 325 સ્કવેર મીટરમાં બનાવવામાં આવ્યું છે. 2 વર્ષમાં નવા ગુજરાત ભવનનું કાર્ય NBCC કંપની દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. બે વર્ષ પહેલા સીએમ રૂપાણીએ ભવનનો પાયો મૂક્યો હતો. જેમાં 19 સ્યૂટ રૂમ, 59 અન્ય રૂમ, બિઝનેસ હોલ, કોન્ફરન્સ હોલ, મલ્ટીપર્પઝ હોલ, મીટિંગ રૂમ, 4 લાઉન્જ, લાઈબ્રેરી, જિમ, યોગા સેન્ટર, રેસ્ટોરન્ટ, ડાઇનિંગ હોલ અને 2 મીડિયા રૂમ ઉપલબ્ધ છે. જ્યારે આ 7 માળના ગુજરાત ભવનમાં 2 અંડરગ્રાઉન્ડ કાર પાર્કિંગની સુવિધા સાથે ટેરેસ ગાર્ડનની પણ સુવિધા છે. નવા ગુજરાત સદનના ઈમારતના નિર્માણ માટેના પથ્થર ધૌલપુર અને આગ્રાથી લાવવામાં આવ્યા હતા.
ગરવી ગુજરાત ભવન ખાસ વાત એ છે કે આમદવાદની ઓડખ એવી સીદી સૈયદની જાળીની પ્રતિકૃતિ સાથે સાથે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઓડખ સમાન હીચકાને પણ આ ગુજરાત ભવનના બેઠકખંડ સ્થાન આપવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.