ગુજરાત ભારતના સુંદર રાજ્યોમાંનું એક છે. તેની જીવંત સંસ્કૃતિ, સમૃદ્ધ વારસો, કુદરતી લેન્ડસ્કેપ અને સ્વાદિષ્ટ ભોજન ઉપરાંત, તે પ્રવાસીઓ ને આકર્ષે છે. તેના આકર્ષણોને કારણે ગુજરાતને ‘દંતકથાઓની ભૂમિ’ પણ કહેવામાં આવે છે. દિવાળીના વેકેશનમાં ગુજરાતના વિવિધ પર્યટન સ્થળો પર પ્રવાસીઓ નો ભારે ઘસારો પણ જોવા મળ્યો છે. તો આવો ગુજરાતના અતિરમણીય એવા પર્યટન સ્થળો ઉપર એક નજર નાખીએ.
ગિરનાર
ગિરનાર લીલી ટેકરી પર આવેલું છે. તમને જણાવી દઈએ કે આ સ્થળ ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર અને ટ્રેકર્સ માટે સ્વર્ગ સમાન છે.આ સ્થળનું બીજું મુખ્ય આકર્ષણ ગિરનાર પરિક્રમા ઉત્સવ છે. આ પરિક્રમા ઉત્સવ દર વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની વચ્ચે યોજાય છે.
પાટણ
પાટણ ગુજરાત રાજ્યનું એક મુખ્ય પ્રવાસન સ્થળ છે જે રાણી કી વાવ માટે જાણીતું છે. પાટણ ભારતનું એક અનોખું પર્યટન કેન્દ્ર છે જે દૂર-દૂરથી પ્રવાસીઓને આકર્ષે છે, જ્યારે વડોદરા ગુજરાતમાં ફરવા માટે ખૂબ જ સારું સ્થળ છે. તમને જણાવી દઈએ કે અહીં તમે ભવ્ય સ્થાપત્યના ઘણા નમુનાઓ જોઈ શકો છો. ભારતમાં કોઈ પણ શહેર વડોદરા જેટલા ઉત્સાહથી નવરાત્રીના તહેવારની ઉજવણી કરતું નથી.
સાપુતારા
સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું એક નાનકડું હિલ સ્ટેશન છે. આ લોકોનું ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ કહેવામાં આવે છે. આ સ્થળ દરિયાની સપાટીથી 875 મીટરની ઉંચાઈ પર આવેલું છે.તે એક અલગ જ પ્રકારની સુંદરતા આપે છે. અહીં આવીને પ્રવાસીઓને અદભુત શાંતિ મળે છે.
જૂનાગઢ
જૂનાગઢ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રવાસન સ્થળોમાંનું એક છે. જૂનાગઢનો એક ઈતિહાસ છે જૂનાગઢની મુલાકાતે આવતા પ્રવાસીઓ સક્કાબાગ ઝૂ, વાઈલ્ડલાઈફ મ્યુઝિયમ, મોહબ્બત મકબરો, ઉપરકોટ કિલ્લો, ગિરનાર ટેકરીઓ, ગીર નેશનલ પાર્ક જેવા પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકે છે.
સોમનાથ
સોમનાથ ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળોમાંનું એક છે અને મુલાકાત લેવા માટે ખૂબ જ સારું સ્થળ છે. આ શહેર પૌરાણિક કથાઓ રજૂ કરે છે. સોમનાથ મંદિરની સુંદરતા પણ માણવા જેવી છે મંદિરો ઉપરાંત સોમનાથમાં બીચ, મ્યુઝિયમ અને અન્ય આકર્ષણો પણ છે.
કચ્છ
કચ્છના રણને ગુજરાતનું ગૌરવ કહેવામાં આવે છે. રેતીની સુંદરતાથી ઘેરાયેલું કચ્છ ખૂબ જ સુંદર છે. અહીં વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ છે. ગુજરાતનું પ્રવાસન કચ્છ વિના અધૂરું છે.કચ્છનું રણ એ વિશાળ વિસ્તાર છે, જે થાર રણનો એક ભાગ છે.
કાંકરિયા તળાવ ગુજરાતમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. આ તળાવ અમદાવાદમાં આવેલું છે. તમને જણાવી દઈએ કે કાંકરિયા તળાવનું નિર્માણ વર્ષ 1451માં સુલતાન કુતુબુદ્દીન દ્વારા કરવામાં આવ્યું હતું. બાળકોથી લઈને યુવાનો માટે આ એક ખાસ સ્થળ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 km (2.0 mi) દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર છે અને તે ૧૨ ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે. ૧૮૨ મીટરની ઊંચાઇ, જેમાં ૧૫૭ મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની ૨૫ મીટર ઊંચાઈ સામેલ છે. સાથે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
ક્રુઝ ડ્રગ્સ કેસ / વાનખેડેના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં કોર્ટે નવાબ મલિકને કહ્યું,…
મુંબઈ / અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી, જાણો કેમ ?
ભ્રષ્ટાચાર / રાફેલ ડીલમાં નવો ખુલાસોઃ વચેટિયાઓને કરોડોની લાંચ, ફ્રેન્ચ અખબારનો દાવો
પંઢરપુરને કેન્દ્રની ભેટ / PM મોદીએ બે હાઈવેનો શિલાન્યાસ કર્યો, ખેડૂતોને લઇ કહ્યું, …
યમુનામાં પ્રદુષણનો કહેર / યમુનાના હાલ થયા બેહાલ, નદીમાં ઝેરી ફીણની વચ્ચે છઠપૂજા મનાવવા મજબૂર