રાજ્યમાં ટ્રાફિકને લગતા નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ઝુંબેશ ચલાવામાં આવી રહી છે. જેમાં કસૂરવાર ખાનગી તેમજ સરકારી વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પર જ મેમો આપીને તેમના પાસેથી દંડ વસૂલી રહી છે. ટ્રાફિક પોલીસની કાર્યવાહીથી કેટલાક લોકો ખુશ થયા છે તો કેટલાક લોકો નાખુશ જોવા મળી રહ્યા છે.
જે વાહન ચાલકો પોલીસની કાર્યવાહીથી અકળાઈ ગયા છે તેઓ સ્થળ પર જ પોલીસ સાથે ઘર્ષણ કરીને શાંત વાતાવરણને બગાડી રહ્યા છે. તો બીજી તરફ ટ્રાફિક પોલીસની પણ લોકોની સાથે દાદાગીરી કરવાની ફરિયાદો સામને આવી રહી છે.
આવી જ એક ઘટના અમદાવાદ ના જમાલપુર વિસ્તારમાં આવેલા ખમાસા ચાર રસ્તા પાસે બની છે. જ્યાં એક વાહન ચાલકને ટ્રાફિક પોલીસે મેમો ફાડવાની બાબતે બેરહમીથી માર મારવાની ઘટના બની છે.
વિગતવાર વાત કરીએ તો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ધીરજ મકવાણા પોતાની એક્ટિવા લઈને તેમના કોઈ અંગત કામથી જમાલપુર વિસ્તારના ખમાસા ચાર રસ્તા પાસેથી જઈ રહ્યા હતા. ત્યારે એક ટ્રાફિક અધિકારીએ તેમને અટકાવીને ગાડીના ડોક્યુમેન્ટ તેમજ જરૂરી દસ્તાવેજો માંગ્યા હતા.
જે કાગળો તેમની જોડે ના હોવાથી તેમણે વૉટ્સ એપથી જરૂરી ડોક્યુમેન્ટ્સની ફોટો કોપી મંગાવીને ટ્રાફિક પોલીસને બતાવાની વાત કરી હતી. જે વાત સાંભળ્યા બાદ ટ્રાફિક પોલીસ એક દમ અકળાઈ ગયા હતા.
તેમણે મેમો ફાડવાની કામગીરી શરુ કરી હતી. તે દરમિયાન વાહન ચાલક ધીરજે મેમો ના ફાડવાની આજીજી કરતા ટ્રાફિક પોલીસે તેમની એક પણ વાત સાંભળી ન હતી. અને ઉલ્ટાનું વાહન ચાલક પર ગુસ્સે થઈને તેને ખમાસા ચોકી માં લઇ જઈને તેને બેરહમીથી ટ્રાફિક પોલીસે માર માર્યો હતો.
ટ્રાફિક પોલીસના આવા વલણથી સમગ્ર વિસ્તારમાં તેની ભારે ચર્ચાઓ ચાલી રહી છે. તો બીજી તરફ ઘાયલ વાહન ચાલકની શારદા બેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અને હવે જોવાનું એ રહ્યું કે ટ્રાફિક પોલીસ પર કેવા પ્રકારની કાર્યવાહી કરાશે.
…………..રીઝવાન શેખ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.