દેશમાં ત્રિપલ તલાકનો કાયદો પસાર થયા બાદ સૌરાષ્ટ્રનો પ્રથમ કેસ રાજકોટથી સામે આવ્યો છે. રાજકોટના ભક્તિનગર પોલીસ મથક ખાતે પીડીત મહિલાએ ફરિયાદ નોંધાવી છે.પોલીસના જણાવ્યાં પ્રમાણે અલ્તાફ નકાણીએ તેની પત્નીને ત્રિપલ તલાક આપ્યા હતાં.
અલ્તાફ સામે ચાલતા ભરણ પોષણનો કેસ પરત ખેંચવા બાબતે ઝગડો કરી ત્રિપલ તલાક આપ્યાં હતાં.ત્રિપલ તલાકના નવા કાયદા મુજબ મુસ્લિમ મહિલા ઓર્ડીનનસ 2018 મુજબ ગુનો બનતો હોવાથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ફરિયાદ દાખલ કરનારી પત્નીને પહેલા સગા સંબંધીઓ દ્વારા ધમકાવવા લાગ્યો હતો. જો કે તેમાં સફળતા નહી મળતા પોતે જ રાત્રે જઇને પોતાની પત્નીને ધમકાવવા લાગ્યો હતો અને કેસ પરત ખેંચી લેવા માટે દબાણ કરવા લાગ્યો હતો. જે અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલ વેલનાથ ચોકમાં માવતરના ઘરે રહેતી સલમા નામની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેના લગ્ન બાબરિયા કોલોનીમાં રહેતા અલ્તાફ ઇસ્માઇલભાઇ નકાણી સાથે થયા છે. લગ્નના થોડા સમય બાદ જ પતિ અને સાસરિયાઓએ હેરાન કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં બે મહિના પહેલા પતિ અલ્તાફે મૌખિક ત્રિપલ તલાક કરી તરછોડી દેતા તે માતા-પિતાને ત્યાં રહેવા જતી રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.