Not Set/ વાયુ વાવાઝોડાની અસર,અમદાવાદીઓએ બહુ હરખાવવા જેવું નથી

અમદાવાદ, ગુજરાતના દરિયા કિનારે આવી રહેલું વાયુ વાવાઝોડુ રાજ્યના કાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જી શકે છે.જો કે વાયુના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક શહેરોમાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી શકે છે.હવામાન ખાતાના કહેવા પ્રમાણે વાયુ વાવાઝોડાની અસર અમદાવાદમાં નહીવત જોવા મળશે અને ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે 13 અને 14 […]

Ahmedabad Top Stories Gujarat
ytgv 6 વાયુ વાવાઝોડાની અસર,અમદાવાદીઓએ બહુ હરખાવવા જેવું નથી

અમદાવાદ,

ગુજરાતના દરિયા કિનારે આવી રહેલું વાયુ વાવાઝોડુ રાજ્યના કાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જી શકે છે.જો કે વાયુના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક શહેરોમાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી શકે છે.હવામાન ખાતાના કહેવા પ્રમાણે વાયુ વાવાઝોડાની અસર અમદાવાદમાં નહીવત જોવા મળશે અને ગરમીનું પ્રમાણ યથાવત રહેશે.

વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે 13 અને 14 જુને ત્રાટકશે અને કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.પરંતું આ બંને દિવસોમાં અમદાવાદમાં થોડો પવન અને હળવો વરસાદ પડી શકે છે.હવામાન ખાતાની આગાહી પ્રમાણે અમદાવાદીઓએ બહુ હરખાવવા જેવું વાતાવરણ નહીં બને.અમદાવાદમાં વાયુ પછી પણ ગરમી અને ભેજનું પ્રમાણ ચાલુ રહેશે.

આગાહી પ્રમાણે અમદાવાદમાં 24 જુન પછી રેગ્યુલર ચોમાસુ શરૂ થઇ શકે છે અને ત્યાં સુધી ગરમી અને બાફનું પ્રમાણ ચાલુ રહેશે.મંગળવારે ઘણી જગ્યા હવામાનમાં પલ્ટો જોવા મળ્યો હતો લોકોને ઘણી જગ્યાએ ગરમીથી રાહતનો અનુભવ થયો હતો ત્યારે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગ કરવામાં આવેલી આગાહી મુજબ આગામી દિવસોમાં  અમદાવાદમાં ભેજનું પ્રમાણ 75 % રહેવાથી તાપ સાથે બફારો મારી શકે છે.અમદાવાદમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદના છાંટણા પડ્યા હતા.વાયુ’ વાવાઝોડાની અસરને પગલે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6 જિલ્લાના 23 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.