Not Set/ ગોંડલ:કોંગ્રેસના આગેવાન રાજેશ સખીયાની કાર પર અજાણ્યા શખ્સો કર્યો હુમલો…

ગોંડલ, રાજકોટના કોંગ્રેસ અગ્રણી રાજેશ સખીયા પર હિંસક હુમલાની ઘટના સામે આવી છે. મોટર સાયકલ પર આવેલા અજાણ્યા શખ્સોએ રાજેશ સખીયાની કારને આંતરી તેમના પર હુમલો કર્યો હતો અને કારની પણ તોડફોડ કરી હતી. આ હુમલામાં ઘવાયેલા રાજેશ સખીયાને સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.બનાવની જાણ થતા ગોંડલ પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી […]

Top Stories Gujarat Others Videos
gah 3 ગોંડલ:કોંગ્રેસના આગેવાન રાજેશ સખીયાની કાર પર અજાણ્યા શખ્સો કર્યો હુમલો...

ગોંડલ,

રાજકોટના કોંગ્રેસ અગ્રણી રાજેશ સખીયા પર હિંસક હુમલાની ઘટના સામે આવી છે. મોટર સાયકલ પર આવેલા અજાણ્યા શખ્સોએ રાજેશ સખીયાની કારને આંતરી તેમના પર હુમલો કર્યો હતો અને કારની પણ તોડફોડ કરી હતી. આ હુમલામાં ઘવાયેલા રાજેશ સખીયાને સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.બનાવની જાણ થતા ગોંડલ પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી. LCB અને FSLની ટીમ પણ મામલાની તાપાસમાં લાગી છે.

ઉલ્લેખનિય છે કે રાજેશ સખીયાએ ગોંડલ મામલે કરેલી અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થનાર છે.ત્યારે આ હુમલાને આ કેસ સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યો છે.