સુરતમાં એક કરુણ ઘટનામાં બે મજૂરોના મોત થયા છે.સુરતમાં નાની વેડ પાસે ગટર સાફ કરવા ઉતરેલા બે મજૂરોના મોત થયા છે. સુરતમાં નાની વેડ ગામ ખાતે સાંજના સમયે ત્રણ મજૂરો ગટર સાફ-સફાઈનું કામ કરી રહ્યા હતા.એ સમયે એક મજૂર ગટરમાં નીચે ઉતરી સફાઈ કરી રહ્યો હતો તેને અચાનક ગૂંગળામણ થતા બીજો મજૂર તેને બચવવા માટે નીચે ઉતર્યો હતો. બીજા મજૂરને પણ અહીં ગેસની અસર થઈ ગઈ હતી.
મજૂરોને બચાવવા માટે ફાયર બ્રિગેડે મહેનત કરીને તેમને ગટર બહાર કાઢ્યા હતા. જે બાદ બંનેને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન કિશોર મોતી સુરખા અને વિજયભાઈ ભૈયા નામના યુવકનાં મોત થયા હતા
જોવાની વાત એ છે કે કિશોર અને વિજય કોર્પોરેશન માટે કામ નહોતા કરતા અને બન્ને યુવકોને ગટરની સફાઈ માટે કોઈ જ સુરક્ષા વગર નીચે ઉતારવામાં આવ્યા હતા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.