અમદાવાદ
અમેરિકા સ્થિત જાણીતા ડોક્ટર સુધીર પરીખે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીની મુલાકાત લીધી હતી.ડોક્ટર સુધીર પરીખે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતાં મામલે રાજ્યપાલ ઓપી કોહલી સાથે ચર્ચાઓ કરી હતી.
ગુજરાતની થેલેસમીયા રોગથી કાયમી મુક્તી અપાવવાનું ડોક્ટર સુધીર પરીખનું મિશન છે અને આ અંગેના પ્રોજેક્ટ પર પણ તેઓ કામ કરી રહ્યાં છે. ગુજરાત સરકાર પણ ડોક્ટર પરીખના આ મિશનને કામયાબ બનાવવા સહયોગ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે, ડોક્ટર પરીખે અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી.