વડોદરા
વડોદરામાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. શાળાના શિક્ષકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષથી હવસખોર શિક્ષક દુષ્કર્મ કરતો હતો અને વિદ્યાર્થીનીનો વિડિયો બનાવીને બ્લેકમેઈલ પણ કરતો હતો. આ શાળાના શિક્ષકે પોતાના ટયુશન કલાસમાં દુષ્કર્મ કર્યુ. આ હવસખોર શિક્ષક શાળામાં ભણાવવાની સાથે ખાનગી ટયુશન પણ ચલાવતો હતો.
મળતી માહિતી મુજબ શહેરમાં જય ક્લાસીસ નામના ટ્યૂશન ક્લાસ ચાલે છે. આ કલાસીસના શિક્ષકે પોતાને ત્યાં ટ્યૂશનમાં આવતી એક વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ આરોપી શિક્ષકે વીડિયો ક્લિપ પણ બનાવી લીધી હતી.
આ ક્લિપની મદદથી તેણે યુવતીનું એક વર્ષ સુધી શોષણ કર્યું હતું. ત્યારબાદ અવાર નવાર બ્લેકમેઇલ કરતો હતો. અંતે કંટાળી વિદ્યાર્થિનીએ પરિવારને વાત કરતાં પરિવારજનોએ લંપટ શિક્ષક વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર ઘટના અંગે જયારે વિદ્યાર્થીનીએ તેમના માતા-પિતા કહી ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ ઘટના અંગે માતા-પિતાએ નજીકના પોલીસ સ્ટેશનમાં આરોપી શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પીડિતાના પરિવારજનો આક્ષેપ છે કે, શિક્ષકના મોટા મોટા રાજકારણી સાથે ખુબ જ સારા સંબધો પણ છે. પરિવારે એમ પણ કહ્યું હતું કે, આરોપી શિક્ષકની મોટી ઓળખાણના કારણે તે બચી જશે,ત્યારે તેઓને ન્યાય મળે તે માટે તેમણે અરજી કરી હતી.