Not Set/ વડોદરા : દિપક નાઇટ્રેટ કંપનીમાં IT વિભાગે પાડ્યા દરોડા, બેનામી હિસાબો બહાર આવવાની શક્યતા

વડોદરા, વડોદરાની નંદેસરી GIDC ખાતે આવેલી દિપક નાઇટ્રેટ નામની કેમિકલ કંપની પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા આવ્યા છે. IT વિભાગ દ્વારા અચાનક જ કરવામાં આવેલી કાર્યવાહીના કારણે કંપનીના સત્તાધીશો તેમજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા દિપક નાઇટ્રેટ કંપનીની ઓફિસો, માલિકોના નિવાસસ્થાન સહિતની કુલ ૮ જગ્યાઓ પર બુધવારે પર સામુહિક […]

Top Stories Gujarat Vadodara Trending
wp image 1225242375 વડોદરા : દિપક નાઇટ્રેટ કંપનીમાં IT વિભાગે પાડ્યા દરોડા, બેનામી હિસાબો બહાર આવવાની શક્યતા

વડોદરા,

વડોદરાની નંદેસરી GIDC ખાતે આવેલી દિપક નાઇટ્રેટ નામની કેમિકલ કંપની પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા આવ્યા છે. IT વિભાગ દ્વારા અચાનક જ કરવામાં આવેલી કાર્યવાહીના કારણે કંપનીના સત્તાધીશો તેમજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા દિપક નાઇટ્રેટ કંપનીની ઓફિસો, માલિકોના નિવાસસ્થાન સહિતની કુલ ૮ જગ્યાઓ પર બુધવારે પર સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા.

બુધવાર સવારથી પોલીસ કાફલા સાથે જ મુંબઈ અને સુરત IT વિભાગની જુદી જુદી ટીમોએ દરોડાની કાર્યવાહી કરી હતી અને ખાસ કરીને છાણી ખાતે આવેલી કંપનીની ઓફિસ ખાતે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

આ ઉપરાંત દિપક નાઇટ્રેટનાં દેશનાં અન્ય રાજ્યોમાં આવેલ પ્લાન્ટ ખાતે પણ રેઇડ કરાઈ છે.

માનવામાં આવી રહ્યું છે કે, આ રેઇડ દરમિયાન મોટાં પ્રમાણમાં બેનામી હિસાબો બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે.