અમદાવાદ,
એકવર્ષ પહેલા રામોલ વિસ્તારમાં બનેલી સામુહિંક દુષ્કર્મની ઘટનામાં પોલીસે ચાર પૈકી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. અમદાવાદના રામોલ વિસ્તારની એક યુવતિ સાથે ચાર યુવાનોએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યો હતો.યુવતિને BCOMની પરિક્ષાનું ATKTનું ફોર્મ ભરી આપવાના બહાને યુવતિને બોલાવી તેના પર ચાર નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું.
બનાવ અંગે પીડિતાએ રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.દુષ્કર્મની ઘટના બાદ પીડિતા ગર્ભવતિબની હતી અને એક બાળકને જન્મ આપ્યો હતો.જે બાળકનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ ઘટના બાદ પીડિતાની કિડની ખરાબ થઈ જતા તેનું પણ મોત નિપજ્યું હતું. પોલીસે બાળકના DNA ના આધારે આરોપીઓની તપાસ હાથ ધરી હતી. જ્યાં બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.જ્યારે અન્ય બે ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.