Not Set/ વ્યારાની સરકારી હોસ્પિટલમાં તબીબની બેદરકારીની ફરિયાદ,હોસ્પિટલના તબીબ સામે પગલા ભરવાની માગ

વ્યારા, વ્યારાની સિવિલ હોસ્પિટલમાં શ્રમજીવી પરિવારની પરિણીતાના ગર્ભાશયના ઓપરેશનમાં તબીબે બેદરકારી દાખવી હોવાની ફરિયાદ ઉઠી છે. તબીબે ઓપરેશનમાં કરેલી બેદરકારીને કારણે મહિલાને ખાનગી હોસ્પિટલમાં જઈ જવામાં આવી હતી. જ્યાં તબીબે આપરેશન કર્યું હતું. પીડિત પરિવારે સરકારી હોસ્પિટલના તબીબ સામે સરકાર સમક્ષ ફરિયાદ કરીને તબીબ સામે પગલા ભરવાની માંગણી કરી છે. વ્યારાના કરંજવેલ ગામમાં ખેતમજુરી કરીને […]

Top Stories Gujarat Others
mantavya 325 વ્યારાની સરકારી હોસ્પિટલમાં તબીબની બેદરકારીની ફરિયાદ,હોસ્પિટલના તબીબ સામે પગલા ભરવાની માગ

વ્યારા,

વ્યારાની સિવિલ હોસ્પિટલમાં શ્રમજીવી પરિવારની પરિણીતાના ગર્ભાશયના ઓપરેશનમાં તબીબે બેદરકારી દાખવી હોવાની ફરિયાદ ઉઠી છે. તબીબે ઓપરેશનમાં કરેલી બેદરકારીને કારણે મહિલાને ખાનગી હોસ્પિટલમાં જઈ જવામાં આવી હતી. જ્યાં તબીબે આપરેશન કર્યું હતું. પીડિત પરિવારે સરકારી હોસ્પિટલના તબીબ સામે સરકાર સમક્ષ ફરિયાદ કરીને તબીબ સામે પગલા ભરવાની માંગણી કરી છે.

વ્યારાના કરંજવેલ ગામમાં ખેતમજુરી કરીને રહેતા નાનુભાઈ ગામીતની પત્ની સવિતાબેન ગામીતને સરકારી હોસ્પિટલમાં યોગ્ય સારવાર નહી મળતા ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા પડ્યું હતું જેના કારણે દવાનું બીલ-લેબોરેટરી સહિત કુલ રૂપિયા એક લાખનો ખર્ચ થઇ જતા,નાનુભાઈ ગામીત દેવાદાર અને કંગાળ બન્યો હોવાના આક્ષેપો સાથે સરકારી હોસ્પિટલના મહિલા તબીબ વિરુધ્ધ તપાસ કરી કાર્યવાહીની માંગ સાથે ઉચ્ચસ્તરીય ફરિયાદ કરી છે.

mantavya 326 વ્યારાની સરકારી હોસ્પિટલમાં તબીબની બેદરકારીની ફરિયાદ,હોસ્પિટલના તબીબ સામે પગલા ભરવાની માગ

મારી પત્ની સવિતાબેન નાનુભાઈ ગામીતના પેટમાં દુઃખાવો થતા તા.૦૫/૦૨/૨૦૧૯ ના રોજ વ્યારા  સિવીલ હોસ્પિટલમાં  દાખલ કરાવી હતી. પ્રાથમિક તપાસ કરી તા.૦૬/૦૨/૨૦૧૯ ના રોજ ડૉ.રૂચિ ગામીત દ્વારા મારી પત્નીનું ગર્ભાશયનું ઓપરેશન કરવામાં આવ્યુ હતું.

ત્યાર બાદ તા.૧૨/૦૨/૨૦૧૯ના રોજ મારી પત્નીને વ્યારા સિવીલ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. પરંતુ બે ત્રણ દિવસમાં ફરીથી પેટમાં દુઃખાવો થતા, ફરીથી વ્યારા સિવીલ હોસ્પિટલમાં ડૉ.રૂચિ ગામીતને બતાવવા માટે લાવ્યા હતો. પરંતુ ડૉ. રૂચિ ગામીતે ના પાડી દીધી હતી.

mantavya 324 વ્યારાની સરકારી હોસ્પિટલમાં તબીબની બેદરકારીની ફરિયાદ,હોસ્પિટલના તબીબ સામે પગલા ભરવાની માગ

ત્યાર બાદ મે ઉપરી ડૉ.નૈતિક ચૌધરીને પણ મૌખિક ફરિયાદ કરી પણ એમણે “અમારાથી કંઈ ન થાય અને એ સારી થઈ જશે”કહી પરત સારવાર વગર જ મોકલી દીધો હતો. ત્યાર બાદ પત્નીના પેટમાં વારંવાર ભયંકર દુઃખાવો થતા જીવનદીપ સર્જીકલ હોસ્પિટલ વ્યારામાં બતાવવા લઈ ગયો,પ્રાથમિક તપાસ અને લેબોટરી કર્યા બાદ ડૉ.સુરેશ ચૌધરીએ કહયુ કે,“તમે પહેલા જયાં ઓપરેશન કરાવ્યું હતું. ત્યાના ડૉક્ટરે સાફસફાઈ બરાબર કરી નથી અને લોહી આંતરડા સાથે જામી ગયું છે અને આંતરડામાં ડાધા પડવા લાગેલા છે.આનુ ફરીથી ઓપરેશન કરવું પડશે.

mantavya 323 વ્યારાની સરકારી હોસ્પિટલમાં તબીબની બેદરકારીની ફરિયાદ,હોસ્પિટલના તબીબ સામે પગલા ભરવાની માગ

આથી પત્નીને બચાવવા તા.૨૩/૦૨/૨૦૧૯ ના રોજ જીવનદીપ સર્જીકલ હોસ્પિટલ વ્યારા ડૉ.સરેશ ચૌધરી દ્વારા ફરીથી ઓપરેશન કરાવ્યું. ફરીથી ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવતા અંદાજે હોસ્પિટલનું બિલ-દવાઓ લેબોરટરીના ખર્ચા મળી રૂપિયા એક લાખનો ખર્ચ થઇ ગયો હતો.

સરકારી હોસ્પિટલના સરકારી ડૉકટરો પર ભરોસો રાખી યોગ્ય સારવાર ન મળતા હું દેવદાર અને કંગાળ થઈ ગયો છું. જેથી પત્નીનું બેદરકારી ભર્યુ ઓપરેશન કરનાર ડૉ.રૂચિ ગામીતની વિરુધ્ધમાં તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં તેવી માંગ સાથે નાનુભાઈ રામભાઈ ગામીતે ઉચ્ચસ્તરીય ફરિયાદ કરી છે.

વ્યારા સિવિલ હૉસ્પિટલનાં ગાયનોકોલોજીસ્ટ ડૉ.રુચિ ગામીત દ્વારા દર્દીનાં ઓપરેશનમાં દાખવેલી ગંભીર બેદરકારી બાબતે સી.ડી.એમ.ઓ ડૉ.નૈતિક ચૌધરીને પૂછતા આ પ્રકારની ફરિયાદ અમને હજું સુધી મળી નથી જો ધ્યાનમાં આવશે તો ચોક્કસથી યોગ્ય તપાસ કરી કડક પગલાં લેવાની પિપુડી વગાડી હતી.