રાજ્યમાં એક બાદ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ત્યારે વધુ એક અકસ્માત તાપી જિલ્લામાં સર્જાયો છે. તાપીના વ્યારામાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાઇક, કાર અને ટેમ્પો વચ્ચે સર્જાયો હતો.
મહત્વનું છે કે, કાર અને બાઇક હાઇવે પર જઇ રહ્યા હતા. તે દરમિયાન બ્રિજ નીચે પસાર થઇ રહેલા ટેમ્પો સાથે કાર અને બાઇક ટક્કરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેના પગલે બાઇક પર સવાર બે લોકો પૈકી એક યુવકનું મોત થયું છે.
જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો ઘટના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.