Krishna Janmashtami/ નંદ ઘેર આનંદ ભયો…, કાન્હાનો થયો જન્મ,કૃષ્ણભક્તિમય ભાવિકોમાં અનેરો ઉલ્લાસ,મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમી 18 અને 19 ઓગસ્ટ આ બંને દિવસે ઉજવવામાં આવી રહી છે

Top Stories Gujarat
unnamed file નંદ ઘેર આનંદ ભયો..., કાન્હાનો થયો જન્મ,કૃષ્ણભક્તિમય ભાવિકોમાં અનેરો ઉલ્લાસ,મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

આજે સમગ્ર દેશમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીનો જયઘોષ સાંભળવા મળી રહ્યો છે. કારણ કે આજે રાત્રે 12 વાગ્યે જગતના  ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો છે. ભગવાન દ્વારિકાધિશની નગરી દ્વારિકામાં જન્માષ્ટમીને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે રહ્યો છે, આ ઉપરાંત ગુજરાતના એનેક મંદિરમાં ભગવાનના જન્મને વધાવી લેવામાં આવ્યો હતો.

ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમી 18 અને 19 ઓગસ્ટ આ બંને દિવસે ઉજવવામાં આવી રહી છે. કેટલાક સ્થળોએ 18 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. જો કે, મથુરા અને વૃંદાવનમાં આજે જન્માષ્ટમી ઉજવાઈ છે. તેથી ભગવાન કૃષ્ણના મંદિરોને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યા છે,ગુજરાતના મંદિરોમાં પણ ભગવાનના જન્મને વધામણા માટે તાડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, અમદાવાદના ઇસ્કોનમાં તો ભારે ભીડ જોવા મળી રહી છે,ડાકોર,દ્રારકા,સહિતના મંદિરોને રોશની સાથે શણગારવામાં આવ્યા છે. રાજ્યના અન્ય બે પ્રસિદ્ધ મંદિરો ડાકોર અને શામળાજીમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.

ભગવાન કૃષ્ણની જન્મજયંતિના તહેવાર જન્માષ્ટમીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં શ્રી કૃષ્ણના શણગાર માટે ‘દિવ્ય’ વસ્ત્ર અને મુગટ તૈયાર કરવામાં આવ્યો છે. સિલ્ક ગોલ્ડ સ્ટડેડ ડ્રેસ પણ હીરા જડેલા છે.  તેમના મુગટમાં નીલમણિ, પોખરાજ, માણેક અને હીરા જેવા અનેક કિંમતી રત્નો જડેલા છે, જે ભગવાન કૃષ્ણ તેમની જન્મજયંતિ બાદ રાત્રે 12 વાગ્યે પહેરાવવામાં આવશે

જન્માષ્ટમીના પર્વને લઈને અમદાવાદના ઈસ્કોન મંદિરમાં કૃષ્ણ ભક્તોની ભીડ જોવામળી છે. ભગવાન કૃષ્ણની એક ઝલક મેળવવા માટે ભક્તો આતુર છે અને સમગ્ર મંદિર પરિસરમાં ચારે તરફ હર ક્રિષ્ણા હરે રામનો નાદ ગુંજી ઉઠ્યો છે. સમગ્ર મંદિર કૃષ્ણ ભક્તિના રંગે રંગાયુ છે.સુપ્રસિદ્ધિ યાત્રાધામ ડાકોરમાં  5.15ના સમયે મંદિરના દ્વાર ખુલતા મંદિરમા શણગાર આરતીનો સમય હોવાથી ભાવિક ભક્તોનું લાખોનું મહેરામણ ઉંમટી પડ્યું. જય રણછોડ માખણ ચોરના નારાથી ડાકોર શહેર ગુંજી ઉઠ્યુ. સાથે સાથે આજે શુક્રવાર હોવાથી અને વરસાદ હોવાથી પાલખી મા ગોપાલ લાલજી મનોરથ સ્વરૂપે લક્ષ્મીજીને મળવા નીકળ્યા.