ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું લેન્ડ ફોલ Biperjoy કરી ચુક્યું છે. મોડી રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ કચ્છમાં જખૌથી ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ પ્રવેશ કર્યો અને આખી રાત વાવાઝોડાએ કહેર વરસાવ્યો. વાત અહીં પૂરી નથી થતી.હવે આ વાવાઝોડું આજે સાંજથી રાજસ્થાનને ધમરોળે તેમ માનવામાં આવે છે. આજે 16 જુને પવનની ગતિ તો ગઈ કાલ કરતાં ઘટી ગઈ છે. પરંતુ આજે ગુજરાતના 17 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં ખાસ કરીને પાટણ અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ આજે પડી શકે છે.
આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, Biperjoy પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને અરવલ્લી પણ આજે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, વાવાઝોડાની આંખ પાકિસ્તાનની બોર્ડર ને ટચ થઈ છે. આજે 16મી જૂનના અઢી વાગે હવામાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે આ વાવાઝોડું છેલ્લા છ કલાક દરમિયાન પ્રતિ કિ.મી. 13 કલાકની ઝડપ સાથે તે ઉત્તરપૂર્વ તરફ જખૌ બંદરથી 40 કિમી દૂર અને નલિયાથી 30 કિમી આગળ ગયુ છે. લેન્ડફોલ બાદ વાવાઝોડાની ગતિ ધીમી પડી હતી. છેલ્લી વિગતો મુજબ બિપરજોય વાવાઝોડું હવે નબળું પડ્યું છે. જેથી આજે પવનની ગતિ 75થી 85કિમીની આસપાસ રહેશે. સાંજ સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાશે. સાંજ સુધીમાં ડિપ્રેશન રાજસ્થાનમાં પ્રવેશ કરશે. જેથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે.
આજે ગુજરાતના 17 જિલ્લામાં ભારેથી અતિભારે Biperjoy વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં ખાસ કરીને પાટણ અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ આજે પડી શકે છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને અરવલ્લી પણ આજે વરસાદ પડી શકે છે.
ગુજરાત બાદ આજે રાજસ્થાનમાં બિપોરજોય વાવાઝોડું ટકરાશે. Biperjoy હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજ સાંજ સુધીમાં રાજસ્થાનમાં પ્રવેશી વાવાઝોડું આલમસર, બૂટ, બાડમેર, સિંદરી, પટોડી, જોધપુર થઈને આગળ વધશે તેવી શક્યતા છે. આ ઉપરાંત વાવાઝોડાની અસર પંજાબ રાજય પર પણ થાય તેવી આશંકા છે. પ્રતિ કલાક 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.
બિપરજોય વાવાઝોડાએ રાજયમાં ઠેર ઠેર Biperjoy નુકસાનનું તાંડવ મચાવ્યું છે. ઘટાદાર વૃક્ષો ગણતરીની પળોમાં જમીનદોસ્ત થઈ ગયા. મોટી સંખ્યામાં વીજપોલ પડી ગયા. કોઈ જગ્યાએ તો વરસાદ વચ્ચે આગનું તાંડવ પણ સામે આવ્યું છે. બિપરજોય વાવાઝોડાની અસરથી જોરદાર પવન ફૂંકાયો…પવન ફૂંકાતા નળિયા, પતરા અને વૃક્ષને નુકસાન થયું. અમરેલી, દ્વારકા, બનાસકાંઠા, અને કચ્છમાં પતરા અને નળિયા તૂટી ગયા હતા.જોરદાર પવન ફૂંકાતા નુકસાન થયું છે. તો કચ્છમાં મોડી રાતથી ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચોઃ Biperjoy/ બિપરજોયે દરિયામાં દસ દિવસ સુધી રહીને અગાઉના ચક્રવાતોનો રેકોર્ડ તોડ્યો
આ પણ વાંચોઃ Womens Death/ વડોદરામાં ભારે પવનના લીધે મહિલા પર દીવાલ પડતા મોત
આ પણ વાંચોઃ બિપરજોય આફ્ટર ઇફેક્ટ્સ/ ગુજરાતમાં લેન્ડફોલ પછી ચક્રવાત બિપરજોયને કારણે કોઈ મૃત્યુ નથી થયું: NDRF
આ પણ વાંચોઃ Delhi NCR Weather/ દિલ્હી NCRમાં વાતવરણમાં પલટો, આકરી ગરમી બાદ વરસાદે આપી રાહત
આ પણ વાંચોઃ તિરુપતિ/ ગોવિંદરાજા સ્વામી મંદિરની બાજુમાં બિલ્ડીંગમાં ભીષણ આગ, ભક્તોમાં ભય