વડોદરા,
વડોદરામાં પડેલા ભારે વરસાદથી લોકોના હાલ બેહાલ બન્યા છે.વરસાદે વિરામ તો લઈ લીધો છે પરંતુ હજુ પણ અહીં લોકો પાણીમાં ફસાયેલા છે.લોકોના ઘરોમાં અને રોડ રસ્તાઓ પર પાણી પાણી જોવા મળી રહ્યા છે. જીવનજરૂરિયાત ચીજવસ્તુઓ માટે લોકો વલખા મારી રહ્યા છે. હજુ પણ ઘૂંટણસમા પાણીમાં લોકો ફસાયેલા છે.તો વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વડોદરામાં હવે પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. તો વડોદરા શહેરમાં બચાવ કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ શહેરીજનોને પીવાના પાણીની ભારે મુશ્કેલી પડી રહી છે.
વડોદરા શહેરમાં બુધવારે દિવસ દરમિયાન બારેમેઘ ખાંગા થતાં જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. વિજળીના કડાકા– ભડાકા સાથે 24 કલાકમાં જ 20 ઈંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં શહેરની પરિસ્થિતિ ગંભીર બની હતી. વરસાદે વડોદરામાં છેલ્લા 35 વર્ષને રેકોર્ડ તોડ્યો છે. વિવિધ સ્થળે 42થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જેમાં ઝાડ નીચે દબાઈ જવાથી ચાર લોકોના મોતના અહેવાલ છે. ઠેરઠેર પાણી ભરાતા બબ્બે કલાક સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.
તો બીજી તરફ સરકાર પણ લોકોને ફુડ પેકેટ અને પાણી આપવાના કામમાં લાગી છે. વડોદરામાં થયેલા ભારે વરસાદ બાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાંચથી છ ફૂટ સુધીના પાણી ભરાયા હતા. જોકે હવે લોકોને રાહત મળી રહી છે.
વડોદરામાં તો રાહત મળી હોય એવું દેખાઇ રહ્યું છે, પરંતુ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.