ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લાના માણસામાં સુફલામ શાળા વિકાસ સંકુલ દ્વારા ગુજરાતી વિષના પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવે છે. આ વખતે પણ ધોરણ 9 અને 12ના ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં પેપર સેટરે સેટ કર્યા હતા. જેમાં બે વિવાદાસ્પદ પ્રશ્નો અને પત્રલેખન પૂછાતા હોબાળો થઈ ગયુ છે.
ધો. 9 ના ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું? આ પ્રશ્ન પૂછાયો હતો. રાષ્ટ્રપિતા ગાંધીજીની હત્યા થઈ હતી તે સર્વવિદિત હકીકત છે તો આવો પ્રશ્ન પૂછીને શિક્ષણ વિભાગ કયુ બ્રહ્મજ્ઞાન પ્રદર્શિત કરી રહે છે તે તો તે જ જાણે. આ પ્રશ્નના પેપરમાં ચાર માર્ક્સ રાખવામાં આવ્યા હતા.
ધો. 12ની પરીક્ષામાં પુછવામાં અવાયું કે દારુડિયાઓના ત્રાસ બાબતે પોલીસ વડાને અરજી. આવું પત્રલેખન કેમ લખવામાં આવું જોઈએ? શું શિક્ષણવિભાગમાં પેપર સેટરને એ ખબર નથી કે ગુજરાતમાં દારૂબંધી છે? હવે ગુજરાતમાં દારૂબંધી હોય ત્યારે આ અંગે અરજી કેમ લખાય?
આ મામલે શિક્ષણમંત્રી સુધી પહોંચ્યો હતો. જેમાં શિક્ષણમંત્રીએ કહે હતું કે રાજ્ય શિક્ષણ બોર્ડ પ્રશ્નપત્રો સેટ નથી કરતુ એ તો ખાનગી પેપરસેટર પાસેથી કરાવવામાં આવે છે. આ મામલે શિક્ષણવિભાગ નિર્દોષ કહેવાય? જ્યારે શિક્ષણવિભાગમાં જ આટલી ઉંચી જ્ઞાનસીમાઓ હોય ત્યારે વિદ્યાર્થીઓ પાસેથી શું આશા રાખી શકાય?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.