રાજ્યમાં કોરોનાનાં સંકટ વચ્ચે વધુ એક સંકટે પ્રવેશ કર્યો છે. આ વચ્ચે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા ‘તાઉતે’ વાવાઝોડાએ પ્રવેશ કર્યો છે. જો કે આ વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે. આગામી 24 કલાક રાજ્યનાં વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
વાવાઝોડાનું સંકટ / LIVE – ગુજરાત માટે મોટી રાહતનાં સમાચાર, આગામી ત્રણ કલાકમાં નબળું પડી જશે વાવાઝોડું
રાજ્યનાં હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વાવાઝોડાની પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘તાઉ’તે’ વાવાઝોડું હાલ અમરેલી અને બોટાદની વચ્ચે છે. જે કલાકનાં 7 કિલોમીટરની ઝડપે રાજ્યની ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સ્થિતિમાં વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થશે. જોકે પવનની ઝડપ ઘટીને 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે. આ સાથે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ છે. મનોરમા મોહંતીએ ઉમેર્યું કે આ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે તેથી ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વાવાઝોડું નબળું પડ્યું છે, પણ નાગરિકોએ પોતાના ઘરમાં સુરક્ષિત રહેવા માટે તેમણે અપીલ પણ કરી હતી.
અમદાવાદમાં વાવાઝોડાની અસર / અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું કે, હવામાન વિભાગની આગાહી બાદ આગામી સ્થિતિ અંગે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ છે તેમજ ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાનાં વહીવટીતંત્રને સજાગ રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર ગુજરાતથી પસાર થયા બાદ વાવાઝોડાની અસર મોટાભાગે દક્ષિણ રાજસ્થાનનાં વિસ્તારોમાં જોવા મળી રહી છે. મોટાભાગે જોધપુર અને ઉદેપુર વિભાગનાં જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. આઇએમડીએ કહ્યું છે કે, આ વિસ્તારોમાં 200 મીમીથી વધુ વરસાદ થવાની સંભાવના છે. વળી 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર તોફાન પવન રહેશે. યુપીનાં ઝોનલ Meteorological સેન્ટરનાં ડિરેક્ટર જેપી ગુપ્તાએ સોમવારે જણાવ્યું હતું કે, વાવાઝોડાની અસર યુપીમાં પણ જોવા મળશે. 19 મેથી 20 મે સુધી રાજ્યનાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. તોફાની પવનો આવતા 24 કલાકમાં આગળ વધશે.