Gandhinagar News/ ગુજરાતને બનાવવામાં આવશે ગ્રીન હાઇડ્રોજનનું હબ, ઊર્જાસંગ્રહ માટે 50 સ્થળો નિર્ધારિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. આગામી દિવસોમાં ગુજરાતને ગ્રીન હાઇડ્રોજન (Green Hydrogen) હબ બનાવવા માટે ઊર્જા સંગ્રહ માટે રાજ્યમાં 50 સ્થળો નિર્ધારિત કરવામાં આવ્યા છે.

Gujarat Gandhinagar Top Stories Breaking News
Beginners guide to 3 3 ગુજરાતને બનાવવામાં આવશે ગ્રીન હાઇડ્રોજનનું હબ, ઊર્જાસંગ્રહ માટે 50 સ્થળો નિર્ધારિત

Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. આગામી દિવસોમાં ગુજરાતને ગ્રીન હાઇડ્રોજન (Green Hydrogen) હબ બનાવવા માટે ઊર્જા સંગ્રહ માટે રાજ્યમાં 50 સ્થળો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તેના હેઠળ પગલાં લેવામાં આવનારા છે. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પીએમ મોદીના સ્વપ્નને મૂર્તિમંત કરવા દેશને ગ્રીન હાઇડ્રોજનનું કેન્દ્ર બનાવવા અબજો રૂપિયાનું જંગી રોકાણ કરી રહ્યા છે. તેમાં તો મુકેશ અંબાણીએ રાજ્ય સરકાર સાથે લગભગ છ લાખ કરોડ રૂપિયાના કરાર કર્યા છે. ગ્રીન હાઇડ્રોજનને સ્વચ્છ ઉર્જાના ભવિષ્ય તરીકે જોવામાં આવી રહ્યું છે. આ સિવાય બીજી ઘણી કંપનીઓ આ સેક્ટરમાં જંગી રોકાણ કરી રહી છે.

ચંદ્રાબાબુ નાયડુ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ રિ-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં પ્રદર્શન નિહાળ્યું હતું અને ચરખો પણ કાંત્યો હતો. જે બાદ ગુજરાતના મુખ્યમંત્રીએ તેમનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. પછી ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ શરૂ થઈ. છે.

આજનો સંપૂર્ણ કાર્યક્રમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે (16 સપ્ટેમ્બર) સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટમેન્ટ રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ બપોરે 12 વાગે રાજભવન જશે. ત્યારબાદ બપોરે 1:30 કલાકે તેઓ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. અને સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી મેટ્રો દ્વારા મુસાફરી કરશે. તો ભાજપના કાર્યકરો બપોરે 3:30 કલાકે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સંમેલનમાં હાજરી આપશે. જ્યાં 8 હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે. સાંજે 6 વાગ્યે રાજભવન જશે. રવિવારે (15 સપ્ટેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી મુખ્યમંત્રી સાથે વડસર જવા રવાના થયા હતા. તેમણે વડસર એરફોર્સ સ્ટેશન અને અહીંના નવા ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. આ પછી તેઓ રાજભવન પહોંચ્યા, જ્યાં તેમણે ઘણા નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી. વડાપ્રધાન મોદી આજે રાત્રે રાજભવનમાં રોકાણ કરવા જઈ રહ્યા છે અને આજે તેઓ ગુજરાતમાં શિલાન્યાસ અને અન્ય વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરવાના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનમાં આગેવાન બનશેઃ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ

આ પણ વાંચો: ગુજરાત બનશે ગ્લોબલ ગ્રીન હાઇડ્રોજન કેપિટલ

આ પણ વાંચો: ગુજરાતમાં રિલાયન્સ કરશે મોટું રોકાણ, ગ્રીન એનર્જી ક્ષેત્રે મોટા રોકાણની જાહેરાત, 5.95 લાખ કરોડના રોકાણો કરશે રિલાયન્સ, રિલાયન્સ અને રાજ્ય સરકાર વચ્ચે MOU, CM ભૂપેન્દ્ર પટેલ- ગ્રૂપ