Weather/ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી યથાવત, મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો

રાજ્યમાં હાડ થીજવતી ઠંડી યથાવત, મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો

Top Stories Gujarat
winter રાજ્યમાં હાડ થીજવતી ઠંડી યથાવત, મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો

ગુજરાત રાજ્યમાં હાલ હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આવતી કાલ થી ઠંડીમાં થોડી રાહત મળી શકે તેમ છે. સરેરાસ તાપમાન માં અન્શિક ઘટાડો થવાની શક્યતા છે. પરંતુ હાલ તો મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યમાં 5.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું હતું. તો અમદાવાદમાં લઘુત્તમ 13.5 ડિગ્રી તાપમાન નોધાયું હતું.

વડોદરામાં 13.8 ડિગ્રી , સુરતમાં લઘુત્તમ 17.6, રાજકોટમાં 9.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.0 ડિગ્રી, ભાવનગર – 13.4, ભુજ – 11.0 ડિગ્રી તાપમાન નોધાયું છે. રાજ્યના 8 થી વધુ શહેરોમાં તાપમાન 12 ડિગ્રીથી નીચે  નોધાયું છે.

કૃષિ આંદોલન / સરકાર અને ખેડૂતો વચ્ચે વધુ એક બેઠક,  પ્રશ્નનો હલ લાવશે ખરા…

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…