પોરબંદરમાં ભાવના ડેરી પાસે સુથારવાડામાં રહેતો યુવાન કોઈ કારણેસર રાજકોટના રીબડા ગામ પાસે ટ્રેન હેઠળ કપાઈ જતાં યુવાનનું મોત નીપજયું છે. બનાવ અંગેની જાણ સ્થાનિક પોલીસમાં કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ રાજકોટના ગાેંડલ રોડ પર આવેલ કોઠારિયા રેલવે સ્ટેશનથી રીબડા તરફના રેલવે ટ્રેક પર રાજકોટથી વેરાવળ જતી ટ્રેન હેઠળ કોઈ અજાણ્યો યુવાન કપાઈ જતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજતા બનાવ અંગેની આજી ડેમ પોલીસમાં જાણ કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ અને રાઈટર દિગુભા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
પોલીસે મૃતકની આેળખ મેળવવા તજવીજ હાથ ધરતા તેની પાસેથી એક આેળખ કાર્ડ મળી આવ્યું હતું. જેમાં મૃતકનું નામ વિપુલ રવજીભાઈ ડાભી ઉ.વ.32 અને તે પોરબંદરની ભાવના ડેરી પાસે સુથારવાડામાં રહેતો હોવાનું બહાર આવતા પોલીસે તે દિશામાં તપાસ આદરી છે.