Not Set/ સુરત: પેટ્રોલ પંપ પર પેટ્રોલ ચોરી કર્યાના આરોપ સાથે એક બાઈક ચાલકે કર્મચારીને માર માર્યો

સુરત, સુરતમાં પેટ્રોલપંપ પર ફરજ બજાવતા કર્મચારીએ પટ્રોલ ભરવામાં ગોલમાલ કરતા વાહન ચાલકે તેને ફટકાર્યો હતો. આ અંગેનો વીડિયો સોશિલ મીડિયામાં વાયરલ થયો છે. રિંગ રોડ વિસ્તારમાં વાહન ચાલક પેટ્રોલ પંપ પર ગયો હતો અને વાહનમાં રૂ. 300નું પેટ્રોલ પુરાવવા માટે નાણા આપ્યા હતા. જો કે, પેટ્રોલપંપના કર્મચારીએ રૂ. 250નું પેટ્રોલ પુરીને રૂ. 50ની કટકી […]

Gujarat Surat Videos
wsajd 8 સુરત: પેટ્રોલ પંપ પર પેટ્રોલ ચોરી કર્યાના આરોપ સાથે એક બાઈક ચાલકે કર્મચારીને માર માર્યો

સુરત,

સુરતમાં પેટ્રોલપંપ પર ફરજ બજાવતા કર્મચારીએ પટ્રોલ ભરવામાં ગોલમાલ કરતા વાહન ચાલકે તેને ફટકાર્યો હતો. આ અંગેનો વીડિયો સોશિલ મીડિયામાં વાયરલ થયો છે. રિંગ રોડ વિસ્તારમાં વાહન ચાલક પેટ્રોલ પંપ પર ગયો હતો અને વાહનમાં રૂ. 300નું પેટ્રોલ પુરાવવા માટે નાણા આપ્યા હતા. જો કે, પેટ્રોલપંપના કર્મચારીએ રૂ. 250નું પેટ્રોલ પુરીને રૂ. 50ની કટકી કરી હતી. જેની જાણ થતા નારાજ વાહન ચાલકે તેને ફકાર્યો હતો. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આપને જણાવી દઈએ કે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે. વિડીયોમાં યુવાને આક્ષેપ કર્યો છે કે આ અગાઉ પણ તેઓએ પેટ્રોલ ચોરી કરતા આ કર્મચારીઓને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

ફરી એક વખત પેટ્રોલ ચોરી કરતા તેને ઝડપી પાડ્યો છે. સમગ્ર ઘટનાનો યુવાને વિડીયો પણ બનાવ્યો હતો અને બાદમાં કર્મચારીને પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો.આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.