Not Set/ વડોદરા: નારાજ ધારાસભ્યોને ડે.સીએમનું તેડું, બે ધારાસભ્ય ગાંધીનગર જવાના રવાના

વડોદરા વડોદરાના ત્રણ ધારાસભ્યોએ રાજ્ય સરકારમાં લોકોના કામો નહીં થતા હોવાનો આક્ષેપ કર્યા હતા અને હવે અવગણના, અન્યાય અને અપમાન સહન નહીં કરીએ તેવા તેજાબી નિવેદનો કર્યા હતા. એ પછી તો ભાજપ સંગઠન અને રાજ્ય સરકાર ચોંકી ઉઠી હતી અને ડેમેજ કન્ટ્રોલ કરવાની કવાયત શરૃ કરી દીધી હતી. એટલુ જ નહીં, નીતિન પટેલે ત્રણેય નારાજ […]

Top Stories Gujarat Vadodara
gandhinagar વડોદરા: નારાજ ધારાસભ્યોને ડે.સીએમનું તેડું, બે ધારાસભ્ય ગાંધીનગર જવાના રવાના

વડોદરા

વડોદરાના ત્રણ ધારાસભ્યોએ રાજ્ય સરકારમાં લોકોના કામો નહીં થતા હોવાનો આક્ષેપ કર્યા હતા અને હવે અવગણના, અન્યાય અને અપમાન સહન નહીં કરીએ તેવા તેજાબી નિવેદનો કર્યા હતા.

એ પછી તો ભાજપ સંગઠન અને રાજ્ય સરકાર ચોંકી ઉઠી હતી અને ડેમેજ કન્ટ્રોલ કરવાની કવાયત શરૃ કરી દીધી હતી. એટલુ જ નહીં, નીતિન પટેલે ત્રણેય નારાજ ધારાસભ્યોને ગાંધીનગરનુ તેડુ મોકલ્યુ છે.

ગત રાત્રે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરકારમાં લોકોના કામો નહીં થતા હોવા અંગે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી.

એ પછી ડેપ્યુટી સીએમએ ધારાસભ્યને ગાંધીનગર આવવા માટે આમંત્રણ આપ્યું છે. પ્રદેશ ભાજપ સંગઠન અને રાજ્ય સરકાર ચોંકી ઉઠી હતી. જેના પગલે બે ધારાસભ્ય ડે.સીએમ સાથે મુલાકાત કરવા માટે વડોદરાથી નીકળી ગયા છે. જ્યારે ધારાસભ્ય યોગેશ પટેલ ડે.સીએમ.સાથે મુલાકાત નહીં કરે. યોગેશ પટેલ CM ઇઝરાયલથી પરત આવ્યા બાદ મુલાકાત મુખ્યમંત્રીની મુલાકાત કરશે.