સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં ત્રણ લોકોનો ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માત ટ્રેઇલર અને કાર વચ્ચે સર્જાયો હતો.
હળવદ તાલુકાના રણજીત ગામના પાટીયા પાસેથી એક કાર રાપરથી અમદાવાદ તરફ પસાર થઇ રહી હતી. આ દરમિયાન ટ્રેઇલર ચાલકે કારને અડફેટે લીધી હતી. જેથી આ કાર રસ્તા પર ફંગોળાઇ ગઇ હતી..
કાર રસ્તા પર ફંગોળાતા કારમાં સવાર 3 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
અકસ્માતમાં મોતને ભેટેલા તેમજ ઈજાગ્રસ્ત થયેલા તમામ યુવકો રાપરથી કાર લઇને મુંબઈ જવા માટે નીકળ્યા હતા. અકસ્માત થયો તે કાર મુંબઈમાં રજીસ્ટર થયેલી છે. કારનો રજીસ્ટ્રેશન નંબર MH01AH-8450 છે. બે મૃતક યુવકો મુંબઈમાં રહેતા હોવાની માહિતી મળી છે.
ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય મૃતકો કચ્છના રાપર ગામના વતની હતી..જે અમદાવાદ તરફ આવી રહ્યા હતા તે સમયે આ કાળનો ભોગ બન્યા હતા.