National Award/ ગુજરાતી કલાકાર માનસી પારેખને મળ્યો શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર, જાણો વિગત

આજે શુક્રવારે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી. ગુજરાતી કલાકાર માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.

Top Stories Breaking News Entertainment
Cricket Tutorials YouTube Thumbnail 2024 08 16T145608.850 ગુજરાતી કલાકાર માનસી પારેખને મળ્યો શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર, જાણો વિગત

National Award: આજે શુક્રવારે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી. ગુજરાતી કલાકાર માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. રાષ્ટ્રીય પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેત્રીની કેટેગરીમાં નિત્યા મેનને પણ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. માનસી પારેખને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ’ માટે અને નિત્યા મેનને ‘તિરુચિત્રમ્બલમ’ ફિલ્મ માટે આ પુરસ્કાર મળ્યો. મહત્વનું છે કે આ વર્ષે માનસી પારેખ અભિનીત કચ્છ એક્સપ્રેસને ત્રણ એવોર્ડ મળ્યા છે. કહી શકાય કે આ પ્રથમ ગુજરાતી ફિલ્મ હશે જેને એક જ વર્ષમાં ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયા હશે. કચ્છ એક્સપ્રેમાં શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે માનસી પારેખ, શ્રેષ્ઠ ફિચર ફિલ્મ નેશનલ, સોશિયલ એન્વાયર્નમેન્ટલ ઇશ્યૂઝ તેમજ બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે નિકી જોશીને એવોર્ડ મળ્યો છે.

70th National Film Awards: कांतारा स्टार ऋषभ शेट्टी बेस्ट एक्टर, ऊंचाई के लिए सूरज बड़जात्या बेस्ट डायरेक्टर

જ્યારે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર ‘કંતારા’ ફિલ્મમાં શાનદાર પ્રદર્શન કરનાર રિષભ શેટ્ટીને આપવામાં આવ્યો. સૂરજ બડજાત્યાને ફિલ્મ ‘ઊંચાઈ’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.

Kutch Express: Mansi Parekh's character look poster as Monghi unveiled | Gujarati Movie News - Times of India

આનંદ એકરશી દ્વારા દિગ્દર્શિત મલયાલમ ફિલ્મ ‘આત્તમ’ એ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. આ સિવાય બેસ્ટ હિન્દી ફિલ્મ કેટેગરીમાં ‘ગુલમોહર’, પંજાબી ફિલ્મ કેટેગરીમાં ‘બાગી દી ધી’, કન્નડ ફિલ્મ કેટેગરીમાં ‘KGF ચેપ્ટર 2’ અને બેસ્ટ તમિલ ફિલ્મ કેટેગરીમાં ‘પોનીયિન સેલ્વન: 1’ જીતી છે.

મહત્વનું છે કે રાષ્ટ્રી ફિલ્મ પુરસ્કારને ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંનું એક માનવામાં આવે છે. 70માં રાષ્ટ્રીય પુરસ્કારોમાં આ વર્ષે અભિનેત્રીની કેટેગરીમાં ગુજરાતીએ બાજી મારી. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો દેશભરમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શક અને અન્ય તકનીકી શ્રેણીઓ સહિત વિવિધ શ્રેણીઓમાં આપવામાં આવે છે.

જાણો આ વર્ષના રાષ્ટ્રીય પુરસ્કારના વિજેતાઓની યાદી.

  • શ્રેષ્ઠ તેલુગુ મૂવી- કાર્તિકેય 2
  • શ્રેષ્ઠ તમિલ ફિલ્મ- PS-1
  • શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ- KGF 2
  • શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ- ગુલમોહર
  • શ્રેષ્ઠ ફીચર ફિલ્મ- અટ્ટમ (મલયાલમ)
  • શ્રેષ્ઠ દિગ્દર્શક- સૂરજ બડજાત્યા (ઉંચાઈ)
  • બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર- પ્રમોદ કુમાર- ફૌજા (હરિયાણવી ફિલ્મ)
  • શ્રેષ્ઠ એક્શન ડિરેક્શન- KGF 2
  • બેસ્ટિ એનિમેશન- બ્રહ્માસ્ત્ર 1- ધર્મ
  • બેસ્ટ ડાયલોગ્સ- ગુલમહોર
  • શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી- પીએસ-1
  • શ્રેષ્ઠ અભિનેતા- ઋષભ શેટ્ટી- કંતારા
  • શ્રેષ્ઠ અભિનેત્રી- નિત્યા મેનન- તિરુચિત્રંબલમ
  • શ્રેષ્ઠ અભિનેત્રી- માનસી પારેખ- કચ્છ એક્સપ્રેસ (ગુજરાતી ફિલ્મ)
  • શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – નીના ગુપ્તા – ઊંચાઈ
  • શ્રેષ્ઠ સહાયક અભિનેતા – પવન રાજ મલ્હોત્રા – ફૌજા (હરિયાણવી ફિલ્મ)
  • શ્રેષ્ઠ ફિલ્મ વિવેચક- દીપક દુઆ
  • શ્રેષ્ઠ સંગીત નિર્દેશક- પ્રીતમ- બ્રહ્માસ્ત્ર-1
  • શ્રેષ્ઠ સંગીત નિર્દેશન પૃષ્ઠભૂમિ- AR રહેમાન- PS-1
  • શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન- એ.આર. રહેમાન- પીએસ-1
  • શ્રેષ્ઠ પુરૂષ ગાયક- અરિજીત સિંહ-કેસરિયા-બ્રહ્માસ્ત્ર-1
  • શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ – બીરુબાલા, હરગીલા (આસામ)
  • શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ – કૌશિક સરકાર – મોનો નો અવેર
  • શ્રેષ્ઠ સંગીત નિર્દેશન- વિશાલ ભારદ્વાજ-ફુરસાત હિન્દી
  • શ્રેષ્ઠ દિગ્દર્શન – મરિયમ ચાંડી – ફોર્મ ડી શેડો
  • શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ (30 મિનિટ) – ઔન્યતા (આસામ)
  • શ્રેષ્ઠ નોન ફીચર સામાજિક અને પર્યાવરણીય મૂલ્ય – ઓન ધ બ્રિંક સીઝન 2 – ગરિયાલ
  • શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી – મોર્મસ ઓફ ધ જંગલ (મરાઠી)

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી ઉત્તરા બાવકરનું નિધન, 79 વર્ષની વયે લીધા 

આ પણ વાંચો: રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સિંગર વાણી જયરામનું નિધન, અનેક ભાષાઓમાં ગાયા 10,000 થી વધુ ગીતો

આ પણ વાંચો: વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કાર્યક્રમ શરૂ,આ કલાકારોને મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર