GirSomnath: ગુજરાતની જાણીતી અભિનેત્રીને પ્રખ્યાત પણ પ્રતિબંધિત સ્થળે રીલ બનાવવી ભારે પડી ગઈ છે. તેણે પ્રતિબંધ હોવા છતાં ઇન્સ્ટાગ્રામ પર વધુ લાઇક્સ મેળવવાની લ્હાયમાં ધોધની બાજુમાં બેસીને વીડિયો બનાવ્યો હતો. હવે આ વિડીયો હીરોઈનને ભારે પડી રહ્યો છે. આમ ગુજરાતની જાણીતી અભિનેત્રી ઝીલ જોશી (Zeel Joshi)ની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઝીલે પ્રતિબંધ હોવા છતાં જમજીર ધોધ ઉપર રીલ બનાવી હતી તેના પગલે તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના ઘાટવડ ગામ નજીક આવેલા પ્રખ્યાત જમજીર ધોધની બાજુની કોતરો ઉપર અમદાવાદની વતની ગુજરાતી અભિનેત્રી ઝીલ જોશીએ ધોધની નજીક વીડિયો રીલ ઉતારી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરી હતી. તેથી કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના જાહેરનામાંનો ભંગ કરવા બદલ અભિનેત્રી સામે ફરિયાદ નોંધાતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અભિનેત્રી ઝીલ જોશી વિરૂદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જમજીર ધોધમાં ભૂતકાળમાં ન્હાવા તથા સેલ્ફી લેવા જતાં લોકો મૃત્યુનો ભોગ બન્યા છે. તેથી આવી દુર્ઘટના અટકાવવા હેતુસર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામાંથી કોઈપણ વ્યક્તિઓને જમજીર ધોધમાં ન્હાવા માટે કે ધોધના ઉંડા પાણીમાં પ્રવેશ કરવા ઉપર તેમજ ધોધના કિનારાની કોતર ઉપર સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આમ છતાં ગુજરાતી અભિનેત્રી ઝીલ જોષીએ ગેરકાયદેસર રીતે ધોધની કોતરો ઉપર રીલ બનાવી હતી. તેથી આજ રોજ કોડીનાર પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી ઝીલ જોશી વિરૂદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ઝીલ જોશીનો વીડિયો સામે આવતાં લોકોમાં ચર્ચા હતી કે, તંત્ર અભિનેત્રી સામે કાર્યવાહી કરશે કે કેમ, તેવા અનેક સવાલો ઉભા થતાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કડક કાર્યવાહી કરતાં કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.ઝીલ જોશી સામે કોડીનાર પોલીસના હેડ કોસ્ટબલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઝીલ જોશી સામે આરોપ છે કે, તેણે ગીરના જામવાળા સીંગોડા નદીમાં આવેલા ખૂબસુરત જમજીર ધોધ નજીક ખુરશીમાં બેસી વીડિયો બનાવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં અનેક સવાલો ઉઠ્યા હતા. કારણ કે, જમજીર ધોધ નજીક જવા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે. જે પ્રતિબંધ ફરમાવતું કલેક્ટરનું જાહેરનામું છે, પરંતુ ઝીલ જોશી દ્વારા આ જાહેરનામાનો ભંગ કરી વીડિયો બનાવવમાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતી અભિનેત્રી આવી વિવાદમાં, પ્રતિબંધિત સ્થળે રીલ બનાવી
આ પણ વાંચો: આ કેન્દ્રીય પ્રધાનની પુત્રી છે આરૂષિ, જલ્દી જ કરશે બોલિવૂડમાં એન્ટ્રી
આ પણ વાંચો: અમદાવાદમાં હોટલનું ભાડું 1 લાખને પાર, ફ્લાઇટની ટિકિટ પણ મોંઘી