રાજ્યામાં ભાષા નિયામક દ્વારા લેવામાં આવતી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે,જ્યારે પણ પરીક્ષા લેવામાં આવશે ત્યારે તેની જાહેરાત કરવામાં આવશે,પણ હાલ આ ભાષાકીય પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે.
રાજ્ય સરકારમાં ફરજ બજાવતા અધિકારી-કર્માંચારીઓ માટે ભાષા નિયામકની કચેરી દ્વારા લેવામાં આવતી ગુજરાતી ભાષાની ઉચ્ચ, નિમ્ન અને બોલચાલ શ્રેણીની પરીક્ષાનું અનુક્રમે તારીખ 5, 6,7 અને 8 જુલાઈ-2022ના રોજ ગુજરાત જલ સેવા સંસ્થા, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મોકૂફ રખાયેલ આ પરીક્ષા આગામી સમયમાં યોજાશે, જેની તારીખ નક્કી થયેથી તેનો વિગતવાર કાર્યક્રમ ભાષા નિયામકની કચેરીની વેબ-સાઈટwww.dol.gujarat.gov.inઉપર જાહેર કરવામાં આવશે તેમ ભાષા નિયામક, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.