ધોળું ધોળું સસલું../ ફ્રાન્સની શાળામાં ગુંજયા ગુજરાતી બાળગીતો, વડોદરાના હિરલબેનનો અનોખો અભિગમ

આંતરરાષ્ટ્રીય કલ્ચરલ ઇવેન્ટ માં ફ્રાંસ ગયેલા હિરલબેને ત્યાંના બાળકોને ગુજરાતી બાળગીતોના તાલે મંત્રમુગ્ધ કર્યા હતા.

Top Stories Gujarat Vadodara
સંસ્કૃતિ આંતરરાષ્ટ્રીય કલ્ચરલ ઇવેન્ટ માં ફ્રાંસ ગયેલા હિરલબેને ત્યાંના બાળકોને ગુજરાતી બાળગીતોના તાલે મંત્રમુગ્ધ કર્યા હતા.

 દેશ વિદેશના અલગ અલગ કાર્યક્રમ અંતર્ગત ઘણી વખત આપણે જોયું છે કે ભારતીય સંસ્કૃતિની છબીના દર્શન વિદેશની ભૂમિ પર થતા હોય છે ત્યારે ઘણી વખત એમ પણ બને છે કે વિદેશના સંસ્કાર અને સંસ્કૃતિ આપણી ભૂમિ ઉપર જોવા મળે છે.  આંતરરાષ્ટ્રીય કક્ષાના આ પ્રકારના કાર્યક્રમના આયોજનના ભાગરૂપે એક દેશ બીજા દેશની સંસ્કૃતિને જાણવા અને ઓળખવા માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે.  અને આવા જ એક કાર્યક્રમનું આયોજન યુરોપના ફ્રાન્સના કરવામાં આવ્યું હતું. અને આ દરમિયાન દેશની ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓને અને સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખીને ઘણા બધા સ્પર્ધકો ફ્રાન્સ પહોંચ્યા હતા.

v5 ફ્રાન્સની શાળામાં ગુંજયા ગુજરાતી બાળગીતો, વડોદરાના હિરલબેનનો અનોખો અભિગમ

અને તેમના જ એક ગ્રુપ વડોદરાથી ગુજરાતી સંસ્કૃતિને લઈને  યુરોપની ભૂમિ પર પર્ફોમન્સ આપવા પહોંચ્યા હતા. તેમાંના એક એટલે હિરલ જોશી, જેઓ વડોદરાની ખાનગી શાળામાં સંગીતના શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. હિરલ જોશી પોતે પર્સનલી પણ પોતાની એક મ્યુઝિક એકેડેમી ચલાવે છે. યુરોપના આ પ્રવાસ દરમિયાન તેમણે આપણી આંગણવાડી અને નર્સરી સ્કૂલ સમાન યુરોપની શાળામાં ભારતીય સંસ્કૃતિના બાળગીતો ગવડાવી ત્યાંના બાળ વિદ્યાર્થીઓને આનંદ કરાવ્યો હતો.

v4 ફ્રાન્સની શાળામાં ગુંજયા ગુજરાતી બાળગીતો, વડોદરાના હિરલબેનનો અનોખો અભિગમ

કદાચ પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત થઈને ભારતમાં જીવન જીવનારા અને પશ્ચિમી શિક્ષણથી પ્રભાવિત થઈને આપણી શિક્ષણ પ્રવૃત્તિઓની શૈલી બદલનારા દરેક શિક્ષક અને  શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે. જ્યાં આજે વાલીમિત્રો પાશ્ચાત્ય રંગે રંગાઈ પોતાના બાળકને અંગ્રેજી મધ્યમનો મોહ રાખે છે. ત્યાં આ પ્શ્ચિમના બાળકો ભર્ર્ટિયતના રંગે રંગાઈ ગુજરાતી બાળ ગીતના તળે ઝૂમી રહ્યા હતા.

v3 6 ફ્રાન્સની શાળામાં ગુંજયા ગુજરાતી બાળગીતો, વડોદરાના હિરલબેનનો અનોખો અભિગમ

ભારતીય સંસ્કૃતિની અગત્યતા આનંદ અને સરળતાથી બાળ શિક્ષણ વિકાસ કરવા માટેની આ પ્રવૃત્તિ કેટલી સાર્થક હોઈ શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે.  આ વીડિયોમાં એક મૂળ ભારતીય ગુજરાતી સંગીતની શિક્ષિકા કેવી સુંદર રમુજ અને  વ્હાલ ભરી શૈલી સાથે આવા લાગણીસભર બાળગીતો થી યુરોપિયન બાળકોને આનંદ કરાવતા નજરે પડી રહ્યા છે.

ડ્યુ હેબ્લોન તેહવાર નું આયોજન કરાય છે જેમાં અમે પણ એપ્લાય કર્યુ હતુ. : હિરલબેન જોશી 

હિરલ બેનના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય લોક ઉત્સવ ફ્રાન્સમાં હેગ્નાઉ શહેરમાં યોજાયો હતો. જેમાં વિવિધ 13 દેશો પોતાની સંસ્કૃતિનું પ્રદર્શન કરવા આવ્યા હતા. જેમ કે મેક્સિકો, બ્રાઝિલ, પોલેન્ડ, રશિયા, ઇટાલી, થાઇલેન્ડ, કેન્યા, રોમાનિયા વગેરે…. અમે ત્યાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ગયા હતા. અમે ગુજરાતના  35 લોકો હતા. તેમાંના અમે ત્રણ સંગીતકારો ભારતથી ગયા હતા.  હિરલ જોષી, મારા પતિ ગૌરવ જોષી કે જેઓ હાર્મોનિયમ વગાડતા હતા અને ગાયક પણ હતા અને ત્રીજા એક છે ઓમકાર પ્રધાન કે જેઓ ઢોલક વગાડતા હતા. અમે ત્યાં ગુરુ ધ આર્ટસ હબ નામની સંસ્થાના બેનર હેઠળ ગયા હતા. તે એક આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક જૂથછે.

v2 4 ફ્રાન્સની શાળામાં ગુંજયા ગુજરાતી બાળગીતો, વડોદરાના હિરલબેનનો અનોખો અભિગમ

અમે ત્યાં વિવિધ સ્થળોએ પ્રદર્શન કર્યું અને તેઓ ભારતના પ્રદર્શનની ખૂબ પ્રશંસા કરે છે. તેનાથી વધુ તેઓને જાણવા મળ્યું કે હું ભારતમાં સંગીત શિક્ષક તરીકે કામ કરું છું તેથી તેઓએ મને અમુક વર્કશોપ લેવા વિનંતી કરી.  તેમની સાર્વજનિક શાળામાં 7 થી 8 વર્ષના બાળકોને અમારું પ્રાદેશિક ગીત શીખવવા માટે અનુરોધ કર્યો હતો. તેઓએ અમારા બાળકોના ગીતની ખરેખર પ્રશંસા કરી.  ત્યાર બાદ  અમે બીજી શાળામાં પણ જઈ ને આજ પ્રકારે બાળકોને ગીતો શિખવ્યા હતા.  જેથી વિદેશી મુળના બાળકો અને શિક્ષકોએ પણ આપણી બાળ ગીતો શિખવવાની પ્રશંસા કરી હતો.

v1 1 ફ્રાન્સની શાળામાં ગુંજયા ગુજરાતી બાળગીતો, વડોદરાના હિરલબેનનો અનોખો અભિગમ

અમારા પ્રવાસ દરમિયાન અમે 7 દિવસમાં અલગ અલગ સ્થળો પર ગુજરાતી લોક નૃત્યો અને  ગૌફ નૃત્ય, ટીપ્પણી નૃત્ય, બેડા નૃત્ય, ડાકલા, રાજસ્થાની લોકનૃત્ય કાલબેલિયા અને ઘુમર લાઈવ મ્યુઝિક પર રજૂ કર્યા હતા. બધા સંગીતકારો વગાડતા હતા અને  હું ડાન્સમાં લાઈવ ગાતી હટી. તેની સાથે મને સોલો સિંગિંગ કરવાનો મોકો મળ્યો હતો.

દુર્ઘટના / અલથાણમાં સ્કૂલ વાનનો કાર સાથે સર્જાયો અકસ્માત, નવ બાળકો હતા સવાર