Gandhinagar News: ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર વિજય સુવાળા પર હુમલો થયો. ગાંધીનગરમાં ગત મોડી રાત્રે 10.30 વાગ્યાની આસપાસ ઝુંડાલ સર્કલ પાસે 7 લોકોના ટોળાએ વિજય સુવાળા પર હુમલો કર્યો. જેને લઈને અડાલજ પોલીસ સ્ટેશનમાં હુમલાની ફરિયાદ નોંધવામાં આવી. ફરિયાદ બાદ પોલીસે જાણીતા ગુજરાતી ગાયક પર હુમલો કરનારની તપાસ શરૂ કરી છે. લોકપ્રિય ગાયક પર થયેલ હુમલાને લઈને સમગ્ર
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ લોકપ્રિય ગાયક કલાકાર વિજય સુવાળા કાર્યક્રમ પૂર્ણ કરી ઘરે પરત ફરતા હતા ત્યારે હુમલાનો શિકાર થયા. વિજય સુવાળા પર 7 લોકોના ટોળાએ ઘાતકી હુમલો કર્યો. આ બનાવ ગત રાતે અંદાજે 10 વાગ્યાની આસપાસ બનવા પામ્યો હતો. અજાણ્યા શખ્સોએ પહેલા વિજયને ફોન પર ધમકી આપી કે કેમ ‘અમારો પ્રોગ્રામ કરતા નથી’. અને ધમકી બાદ અજાણ્યા શખ્સોએ ઝુંડાલ સર્કલ પાસે વિજય પર હુમલો કર્યો. હુમલા મામલે વિજય સુવાળાએ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
જણાવી દઈએ કે વિજય સુવાળા ગુજરાતી ગાયક છે. અને તેમના અનેક ગીતો લોકપ્રિય થયા છે. આ ઉપરાંત અનેક સ્થાનો પર પ્રોગ્રામ કરતા હોય છે. ગાયક કલાકાર પર થયેલ હુમલામાં પોલીસ તપાસમાં પ્રાથમિક માહિતી સામે આવી છે તે મુજબ પ્રોગ્રામ કરવા મામલે આ હુમલો કરાયો હોવાની શંકા છે. હુમલાખોરો નંબર પ્લેટ વગરની કારમાં આવ્યા હોવાથી વધુ ચોક્કસ માહિતી સામે આવી નથી. પોલીસે ટોળા દ્વારા ગાયક કલાકાર વિજય સુવાળા પર થયેલ ઘાતકી હુમલાના બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:જૂનાગઢ-વેરાવળ હાઇવે પર પરના અકસ્માતમાં પાંચ વિદ્યાર્થી સહિત સાતના મોત
આ પણ વાંચો:જૂનાગઢમાં ગુંડાઓની ગુંડાગર્દીમાં વધારો, રિક્ષાચાલક પર હુમલો
આ પણ વાંચો:જૂનાગઢમાં અસામાજિક તત્વો બન્યા બેફામ